કોરોનાને મ્હાત આપીને સુરતી ઉદ્યોગપતિએ માનવતા મહેકાવી, ગરીબોને કોરોનાની નિઃશુલ્ક સારવારની વ્યવસ્થા કરી
રાજ્યમાં કોરોના વાયરસ દિવસે-દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યના સુરત ખાતે કોરોનાનો કહેર ખુબ જ વધી ગયો છે. તેથી સુરતની હોસ્પિટલો પણ હવે દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. કેટલીક હોસ્પિટલમાં તો સાધન સામગ્રીનો પણ અભાવ છે. જેથી કોરોના વાઇરસના ચેપ લાગેલા એક દર્દીએ આ બધી બાબતોનું ધ્યાન રાખી કોવિડ હોસ્પિટલ બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મળતી માહિતી મુજબ 63 વર્ષના કાદર શેખ પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા આપી સારવાર કરાવી હતી. તેના પછી રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિએ એવા લોકો અંગે વાચાર્યું જે તેનો ખર્ચ ઉઠાવી શક્તા નથી. સુરતમાં કોવિડમાંથી સ્વસ્થ થયા પછી કાદર શેખ શેરયામ કોમ્પલેક્ષમાં સ્થિત પોતાના 30 હજાર સ્કવેર ફૂટમાં બનેલ ઓફિસ સ્પેસને 85 બેડવાળા કોવિડ-19 કેન્દ્રમાં તબદીલ કરવાનું કામ શરૂ કર્યું હતું જે હવે પૂરું થયું છે. કોરોનાની સંખ્યા સતત વધી રહી છે અને લોકો મોતને પણ ભેટી રહ્યા છે. આવનારા દિવસોમાં પરિસ્થિતિ ખુબ જ ખરાબ થશે એવી પણ શકયતા છે. જેથી લોકોને સમયસર સારવાર મળી રહે તે હેતુસર સુરત રહેતા કાદર શેખે ગરીબો માટે આ હોસ્પિટલ ઉભી કરી છે.
માહિતી પ્રમાણે 30,000 ચોરસ ફૂટની ઓફિસની જગ્યાને કોવિડ કેર બનાવી અને 50થી વધુ બેડની સુવિધા ઉભી કરી છે. કોવિડ-19 સુવિધામાં ગરીબોને મફત સારવારની પણ વ્યવસ્થા કરાઈ છે. ઓક્સિજન સુવિધાઓ સાથે રૂપાંતરિત કરવાનું કામ પણ કરાયું. હોસ્પિટલના ઉદઘાટન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય અને સુરત મહાનગર પાલિકાના કમિશનર અને આરોગ્યની ટીમ પણ આ કર્યક્રમમાં હાજર રહી હતી. કોવિડ-કેર હોસ્પિટલ અને મનપાનું MOU કરવામાં આવ્યું છે. જેથી દરેક વ્યક્તિને નિઃશુલ્ક અને સમયસર સારવાર મળી રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

