વડોદરાના યુવકની દર્દથી આપવીતી: ‘હવે સહન નથી થતું, મારી છોકરી 9 વર્ષની છે મારે જીવવું છે’…!!

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર લૉકડાઉન દરમિયાન અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે વડોદરાના મિત્રો મદદ માંગતો વીડિયો મોકલ્યો છે. નિલેશ વીડિયોમાં હાથ જોડી મિત્રોને બચાવી લેવા રિતસરનો કરગરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાવપુરા વિસ્તારમાં જાનકી એવન્યુ-૧માં રહેતાં નિલેશ રામદાસ જીન્ગર લાઇનિંગનો ધંધો કરે છે. નિલેશ પરિણીત છે અને નવ વર્ષની પુત્રીનો પિતા છે. ગત ૨૩મીએ નિલેશ સહિતનો પરિવાર અમદાવાદ ગયો હતો. ધી કાંટા રોડ વિસ્તારમાં પરિવાર સંબંધીના ઘરે રોકાયો હતો. દરમિયાન નિલેશ તાવ, શરીદ, ખાંસીની ફરિયાદને પગલે તપાસ માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગયો હતો.

સિવિલ હોસ્પિટલમાં નિલેશનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ નિલેશને ૬ઠ્ઠા માળે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. છેલ્લાં આઠ દિવસથી દાખલ નિલેશ ત્યાં સારવારમાં લઈ રહયો છે. સિવિલ હોસ્પિટલની સારવારથી કંટાળી નિલેશે વડોદરાના મિત્રો પાસે મદદની અપીલ કરતો વીડિયો મોકલ્યો હતો.

કોરોનાથી બચવા ટેલીફોનની વાતચીતમાં નિલેશ જીનગરે જણાવ્યું હતું કે, સોલા સિવિલમાં કોરોના નેગેટિવ અને પોઝિટિવ દર્દીઓ સાથે છે. આઇસોલેશન વોર્ડમાં મારી સાથે ૩૨ દર્દીઓ દાખલ છે. દર્દીઓના બેડ નજીક છે અને વોર્ડમાં એક જ બાથરૂમ છે. ત્રણ-ત્રણ દિવસે સફાઈ થતી નથી. મારી તબિયત બગડતી જાય છે.

ડોક્ટર્સ જોવા આવતા નથી અને નર્સ ગેટ આઉટના જવાબો આપે છે. ડોક્ટર્સ આઠ દિવસમાં ચાર વખત જોવા આવ્યાં છે. અહીં દર્દીઓને કકળાટ કરવો પડે છે, ઓળખાણ હોય તો કામ પતે છે. બીજા દર્દીઓનું કશું સાંભળવામાં આવતું નથી. મારા મિત્રો મને અમદાવાદથી વડોદરા લઈ જાવ. હવે સહન થતું નથી, હાથ જોડું છું, પ્લીઝ બચાવી લો. મારી છોકરી નવ વર્ષની છે મારે જીવવું છે. અહીં લાગતું નથી મારું ક્ઇ થશે, હું ફસાઈ ગયો છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો