ડિસ્ચાર્જ રેટ વધારવા માટે પોલંપોલ? અમદાવાદમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો જે ડિસ્ચાર્જ પોલિસી પર અનેક સવાલો ઉભા કરે છે

રાજ્યમાં ગુજરાત સરકાર કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો હોવાનું અને કોરોના નિયંત્રણમાં હોવાનું જણાવી રહી છે. પણ તેવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું. પણ દર્દી ઘરે પહોંચ્યાના થોડા કલાકોમાં તેની તબિયત લથડતાં ફરીથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલના આ કિસ્સાએ ડિસ્ચાર્જની પોલિસી પર અનેક સવાલો ઉભા કરી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદના દાણીલીમડામાં રહેતાં રતિલાલ શ્રીમાણીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેઓને કહેવામાં આવ્યું કે તમારી તબિયત સારી છે, અને તેમ કહી તેમને બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા. જો કે આ અંગે તંત્ર દ્વારા તેઓનાં પરિવારને કોઈ જાણ કરવામાં આવી ન હતી.

જો કે, ખોખરા પહોંચ્યા બાદ બસનાં ડ્રાઈવરે રતિલાલનાં દીકરાને ફોન કરીને કહ્યું કે, આગળનાં રસ્તા બંધ છે. તમારે જાતે તમારા પિતાને લઈ જવા પડશે. જે બાદ અનેક મુશ્કેલીઓનો સામનો કરી પુત્ર પિતાને ઘરે લાવ્યો હતો. પણ રતિલાલ ઘરે પહોંચતાં જ તેઓની તબિયત વધારે લથડી હતી. તેઓ શ્વાસ લઈ શકતાં ન હતા. જે બાદ તેઓને તાત્કાલિક 108ની મદદથી ફરીથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ICMRની નવી ગાઈડલાઈન પ્રમાણે હાલ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોના બેકાબૂ છે. અને તેના પર નિયંત્રણ હોવાનું સાબિત કરવા માટે સરકાર મથામણ કરી રહી છે. સિવિલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓનાં વધુ મોત મામલે અને સારવાર મામલે અનેક વિવાદ ઉભા થયા હતા. ત્યાં હવે દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તેવામાં દાણીલીમડાના રતિલાલનો ચોંકાવનારો કિસ્સો સામે આવતાં અનેક સવાલો થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો