કોરોનાએ વધુ એક પોલીસ કર્મીનો લીધો જીવ, અમદાવાદમાં ASI ગીરીશભાઈ બારોટનું નિધન થયું

અમદાવાદમાં કોરોના વાયરસના કેસનો આંકડો 10,000ને પાર થઈ ગયો છે અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસથી 660 કરતા વધુ લોકોના મોત થયા છે, આ વાયરસે અમદાવાદના કોરોના વોરિયરનો જીવ લીધો છે. શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ નિધન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગિરીશભાઈ બારોટનો 4 દિવસ અગાઉ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં કોરોના સામે જંગ લડતા-લડતા આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે.

આ પહેલા 2 પોલીસકર્મીઓનું કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. હવે તેમાં વધુ એક મૃત્યુનો આંકડો ઉમેરાયો છે. આ પહેલા કૃષ્ણનગરના હેડ કોન્સ્ટેબલ ભરતજીનું પણ કોરોનાના કારણે મૃત્યું થયું હતું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ASI ગિરીશભાઈને ન્યુમોનિયા અને લીવરની તકલીફ પણ હતી.

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ 10,000ને પાર

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 13,664 થયો છે જેમાંથી 10,001 કેસ અમદાવાદના છે. રાજ્યમાં નોંધાયેલા કુલ 829માંથી 669 મોત અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં 3864 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ પછી સુરત (1285) અને વડોદરા (806)નો નંબર આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો