100 રૂપિયાનું એક લીલું નાળિયેર, 130 રૂ. કિલો લીંબુ, સફરજન 200 રૂ.કિલો, મોસંબી 80થી 100 રૂ.કિલો. કોરોનાની આફતને અવસર બનાવીને વેપારીઓની ઉઘાડી લૂંટ

કોરોનાના દર્દીઓ માટે વિટામિન-સીવાળા ફ્રૂટ્સ ખાવા આરોગ્ય માટે લાભદાયક છે, આથી હાલમાં બજારમાં મળતાં નારંગી, મોસંબી, કિવી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, પાઇનેપલ સહિતમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી એની માગ વધી છે. કોરોનાના કપરાકાળમાં નિર્દોષ અને સામાન્ય જનતાને લૂંટવામાં કોઈ બાકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આફતને અવસરમાં પલટી નાખવા અંગેના સૂત્રને અપનાવી વેપારીઓ બેફામ ભાવવધારો કરી લૂંટફાટ ચલાવી રહ્યા છે અને જનતા બિચારી મજબૂરીમાં લૂંટાઈ રહી છે. આ ભયંકર ભાવવધારો થવાનું કારણ કોરોના સંક્રમણ અને રમઝાન માસ છે. રમઝાનમાં ઈફ્તારીમાં ફ્રૂટસ્નો વધુ ઉપયોગ થતો હોવાથી એની માગ વધી છે.

રૂ.40માં મળતું અનાનસ પણ રૂ.100માં વેચાવા લાગ્યું

સામાન્ય સમયમાં જે લીંબુના ભાવ પ્રતિ કિલો 40-50 રૂપિયા હતા, એ આજે 130 સુધી વેચાઈ રહ્યા છે. એમાં પણ લીલાં નાળિયેર જે થોડા દિવસ પહેલાં 100 રૂપિયાના 5 મળતા હતા, એ આજે 100 રૂપિયામાં એક મળી રહ્યું છે તેમજ મોસંબી જ રૂ.200થી 250 રૂપિયાના 10 કિલો મળતી હતી એના ભાવ આજે રૂ.800થી રૂ.1000 થઈ ગયા છે. સફરજન પણ 100 રૂ. કિલોમાંથી 200 રૂપિયે કિલો વેચાવા લાગ્યા છે. જ્યારે અનાનસ પણ 40 રૂપિયાના મળતા હતા, એ આજે 100 રૂ.માં મળે છે.

કોરોનાના દર્દીઓને ફ્રૂટ્સ ખાવાની જરૂર હોવાથી માગ વધી

બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણને પગલે હાલમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતિ બની રહી છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે ફ્રૂટ્સ ખાવાનું તબીબો દ્વારા જણાવવામાં આવે છે. તેમાંય વિટામિન-સીનું પ્રમાણ વધુ હોય એવા ફ્રૂટ્સ જેમ કે નારંગી, મોસંબી, પાઇનેપલ, દ્રાક્ષ, કિવી અને ડ્રેગન ફ્રૂટ જેવાં ફળો ખાવાનું જણાવવામાં આવે છે, આથી બજારમાં તેની ડિમાન્ડ વધુ હોવાથી ઠેર ઠેર આવા ફ્રૂટ્સનું વેચાણ વધ્યું છે. હાલમાં વિટામિન-સીવાળા ફ્રૂટ્સની ડિમાન્ડને જોતાં ફ્રૂટ્સના વેપારીઓ દ્વારા તેની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બજારમાં વેચાતાં નારંગી, મોસંબી, દ્રાક્ષ, કેરી, પાઇનેપલ પ્રતિ કિલો રૂપિયા 180થી 200ના ભાવે વેચાઇ રહ્યાં છે. ત્યારે કોરોનાના દર્દીઓનાં સગાંની હાલત કફોડી બની રહી છે. એક બાજુએ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે રાહ જોવી પડે છે, ત્યારે ફ્રૂટ્સના વેપારીઓએ માનવતા ભૂલી લૂંટવાનું શરૂ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો