ગુજરાતમાં કોરોનાના કેસ વધતા શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ, શું ફરી સ્કૂલો-કોલેજો બંધ થશે? વાલીઓની મોટી માંગ

કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે સ્કૂલ અને કોલેજો પણ બંધ કરવી જોઈએ તેવો મત પ્રવર્તી રહ્યો છે. હાલ રાજ્યમાં સ્કુલમાં ચાલતી પ્રથમ સત્રાંત પરીક્ષામાં જૂજ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. તો કોલેજોમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.

એક તરફ જ્યારે કોરોનાના કેસો 400થી નીચે પહોંચ્યા હતા, ત્યારે સ્કૂલો અને કોલેજો શરૂ કરવામાં આવી હતી. જયારે હવે સ્થિતિ વણસી રહી છે. રોજના 850થી વધુ કેસો આવતા વાલીઓની ચિંતા વધી છે. હાલમાં સ્કૂલોમાં પરીક્ષાઓ શરૂ થઈ છે પરંતુ મોટા ભાગના વાલીઓએ તેમના બાળકોને ઘરે જ પરીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં સ્કુલોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થઇ છે પરંતુ સ્કુલોમા વિદ્યાર્થીઓ જુજ સંખ્યામા જ આવી રહ્યા છે. ધો. 6થી 8ના તો ફક્ત 13 જ વિદ્યાર્થીઓ એક શાળામાં પરીક્ષા આપવા આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

તો બીજી તરફ કોલેજો પણ ઓનલાઈન કરવાની માંગ ઉઠી રહી છે. કોરોનાના કેસ વધશે તો કોન જવાબદાર? એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. કોલેજોમાં પણ આગામી 18મી તારીખથી ઓફલાઇન પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે પરીક્ષા પણ ઓનલાઇન કરવા માંગ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા હાલમા નવી કોઇ SOP આવી નથી ત્યારે કેસો આવે તો શું કરવુ તે અંગે કોઇ માર્ગદર્શિકા આપવામાં આવી નથી. હાલમાં યુનિવર્સિટી દ્વારા કોલેજમાં કેસ આવે તો કોલેજ નહિ પરંતુ એ જ કલાસ બંધ રાખવાની સૂચના યુનિવર્સિટી દ્વારા કોલેજોને અપાઈ છે.

જે રીતે કેસો વધી રહ્યા છે તેને લઈને સરકાર કોઈ યોગ્ય પગલાં લે તે જરૂરી બન્યું છે. એક્સપર્ટનું માનીએ તો રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવી જોઈએ. જેથી આગામી સમયમાં કોરોના પર કાબુ મેળવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો