સાવધાન! કોરાનાનો નવો સ્ટ્રેન બાળકો માટે ઘાતક, રાજકોટમાં આટલા બધા બાળકો સંક્રમિત થયા

કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે. રાજકોટના એક જ હોસ્પિટલમાં છેલ્લા 15-20 દિવસમાં 500થી વધારે બાળકો સંક્રમિત થયા છે. રાજકોટમાં બાળકોની બીજી ઘણી હોસ્પિટલો છે તો કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી કેટલા બાળકો ઝપેટમાં આવ્યા હશે તે વાતનો અંદાજો એક જ હોસ્પિટલના આંકડા પરથી લગાવી શકાય છે. જન્મની સાથે જ પણ નવજાત બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

નવા સ્ટ્રેનના કેસો સૌથી વધારે

રાજકોટના વોકહાર્ટ હોસ્પિટલના બાળકોના વિભાગના ડોક્ટર તૃપ્તિબેન વૈશ્નાનીએ વાતચીતમાં જણાવ્યું કે, દરરોજ 15-20 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. પહેલા બાળકોમાં સંક્રમણ આટલું બધું નહોતું જોવા મળ્યું, પરંતુ હવે નવા સ્ટ્રેનમાં જ વધારે કેસો આવી રહ્યા છે. ખેંચ, ડાયરિયા અને વોમેટિંગ જેવા લક્ષણો સાથે બાળકો લવાય છે. એક કે બે મહિનાના બાળકોમાં પણ આવા લક્ષણો જોવા મળે છે.

ડો. વેશ્નાનીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં બાળકોમાં કેસો ખૂબ જ વધ્યા છે. વચ્ચે ઓછા થઈ ગયા હતા, એટલે કે પોઝિટિવ આવતા હતા પરંતુ ઓપીડી પર ટ્રીટ થઈ જતા હતા. છેલ્લા 20 દિવસથી દરરોજ 20 -25 એટલે કે 400-500 તો વોકહાર્ટ હોસ્પિટલના જ ગણી લો, અને એવા તો રાજકોટમાં ઘણા પીડિયાટ્રીશિયન છે, મારા હિસાબે ત્યાં પણ કેસો આવતા જ હશે.

પેરેન્ટ્સ બાળકોને બિનજરૂરી બહાર ન લઈ જાય

‘હાલ અમારી હોસ્પિટલમાં કુલ 6 બાળકો સારવાર હેઠળ છે. બાળકોના પરિવાર માટે મેસેજ છે કે, બાળકો સમજે કે ના સમજે પણ પેરેન્ટ્સને સમજવું ખૂબ જ જરૂરી છે. પેરેન્ટ્સ બાળકોને લઈને બહાર ન જાય, તેમજ બાળકોને ટ્રિપલ લેયર માસ્ક પહેરાવે. કારણ કે બાળકો માસ્ક પહેરતા જ નથી. બીજી તરફ ઘણા પેરેન્ટ્સ આ વાતની સીરિયસલી લેતા જ નથી. કેમ કે પહેલા બાળકો એટલા ઈફેક્ટેડ નહોતા એટલે લોકોને એવું છે કે, બાળકોને કઈ થતું જ નથી.’

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સૌથી વધારે જોખમ

ડો. વેશ્નાનીએ વધુમાં જણાવ્યું કે, પોઝિટિવ તો ઘણા બધા આવે છે પરંતુ કોરોનાની સૌથી વધારે અસર બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળી છે. આ ઉપરાંત કોરોના 2-5 વર્ષના બાળકોને પણ વધારે અસર કરે છે. એસિમ્પટોમેટિક હોય અને કોરોના થયો હોય તેવા પણ ઘણા બધા કેસો આવ્યા છે. એવા બાળકો જે કોઈના સંપર્કમાં આવ્યા હોય અને રૂટિન સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવે તેમાં તેઓ પોઝિટિવ આવે છે.

આ લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ લઈ જવા

ડોક્ટરના જણાવ્યા અનુસાર નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુખાવો, ગળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે. કેટલાકની ઇમ્યુનિટી સારી હોય તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળતું, ખેંચ આવવી, હાર્ટને લગતી સમસ્યા હોય તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો