જામનગરમાં રહેણાંક મકાનમાં કુકર ફાટતા વૃદ્ધ મહિલાનું મોત, આખુ મકાન આગમાં લપેટાયું, દરવાજે તાળું મારેલું હતું

જામનગરના (Jamnagar) ગાંધીનગર સ્મશાન નજીક આવેલ સોનિયા નગરમાં એક રહેણાંક મકાનમાં કુકર ધડાકાભેર ફાટતાં (cooker blast) આગ લાગી હતી અને આ આગજનીની ઘટનામાં એક મહિલાનું મૃત્યુ (woman died) થયું છે. ઘટના અંગે ફાયર બ્રિગેડને (fire bridgade) જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડી હતી. જોકે, સારવાર લે એ પહેલા જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાથી સ્થાનિક લોકોના ટોંળા એકઠાં તયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા હિન્દુ સ્મશાન પાસે સોનિયા નગર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ગેઇટ સામે આવેલા મકાનમાં શુક્રવારે બપોરે અચાનક જ ધડાકાભેર અવાજ આવ્યો હતો. અને તેમાંથી આગના ધુમાડા નીકળતા જોવા મળતા તાત્કાલિક સ્થાનિકોએ ફાયર બ્રિગેડની આ અંગે જાણ કરી હતી. જેથી તાબડતોબ ફાયરબ્રિગેડનો કાફલો આ વિસ્તારમાં પહોંચ્યો હતો.

સૌ પ્રથમ મકાનના મુખ્ય દરવાજો બંધ હોવાથી તેનું તાળું તોડવું પડ્યું હતું અને બાદમાં વીજ પ્રવાહ પણ ચાલુ હતો. જેને લઇને વીજ પુરવઠો બંધ કરાવી તાત્કાલિક એક ગાડી પાણીનું ફાયરિંગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

મકાનમાં ગંભીર રીતે દાઝેલા 70 વર્ષીય વસંતબા ખોડુભા જાડેજા નામના મહિલાને તાત્કાલિક ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સમાં સારવાર માટે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

પરંતુ મહિલા હોસ્પિટલમાં સારવાર લે તે પહેલા જ મોતને ભેટયા હતા.ભર બપોરે  ગાંધીનગર વિસ્તારમાં આવેલા સ્મશાન નજીકના સોનિયા નગરના રહેણાંક મકાનમાં એકાએક કુકર ફાટ્યું હતું અને બાદમાં ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગવાથી મહિલાના મોત થતા આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હાલ આ સમગ્ર ઘટના અંગે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો