ધર્મપરિવર્તનના માસ્ટરમાઇન્ડ 5 પાપી ઝડપાયા: મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્ર સહિત 5 દેશોએ મૂક્યો છે પ્રતિબંધ

દેશમાં ધર્માંતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મોટિવેશનલ થોટથી હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવનારા બે મૌલાનાની યુપી ATSએ લખનઉથી પકડ્યા, એ બાદ પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI તેને ફંડિંગ કરતું હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમ લખનઉ સ્થિત એક મોટી મુસ્લિમ સંસ્થા સાથે જોડાયેલા છે. ATS અધિકારીઓના મુજબ, આ ગરીબ હિંદુઓને નિશાન બનાવતા હતા. અત્યારસુધીમાં લગભગ એક હજાર લોકોના ધર્મપરિવર્તન કરાવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મૂક-બધિર અને મહિલાઓ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મૌલાના ઉમર ગૌતમ આસામની મરકઝ-ઉલ-મારિફ નામની સંસ્થાની સાથે કામ કરતો હતો. આ સંગઠન બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકો માટે કામ કરે છે. આસામમાં તેને આતંકી સંગઠન ગણાવીને 2010માં તેના વિરુદ્ધ દિસપુસમાં ફેરા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા છે.

ધર્માંતરણ કેસમાં અત્યારસુધીમાં 5 લોકોની ધરપકડ
ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન લઈને હવે રોજબરોજ નવા નવા ખુલાસોઓ સામે આવી રહ્યાં છે. યુપી અને બીજાં રાજ્યોમાં થઈ રહેલા ધર્મપરિવર્તનના મામલાઓમાં વિદેશી ફંડિગની સાથે વિદેશી માસ્ટરમાઈન્ડનું કનેક્શન સામે આવી રહ્યું છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ દાવા મોડ્યુલની સત્યતા સામે આવી રહી છે. હિંદુઓના ધર્મપરિવર્તનના મામલે ATSએ અત્યારસુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. ATSએ લખનઉથી 21 જૂનના રોજ મૌલાના જહાંગીર અને મૌલાના ઉમર ગૌતમને પક્ડ્યા હતા. એ બાદ સોમવારે મહારાષ્ટ્રના ઈરફાન શેખ, હરિયાણાના મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન અને નવી દિલ્હીથી રાહુલ ભોલાની ધરપકડ પણ કરી છે. તો આ પહેલાં લખનઉથી પકડાયેલા ઉમર ગૌતમના ઈસ્લામિક દાવા સેન્ટરના તાર કતરના સૌથી મોટા ધર્મપરિવર્તન કરાવનાર ઈન્ટરનેશનલ માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપ સાથે જોડાયેલા છે. બિલાલ ફિલિપ ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઇકનો સહયોગી રહ્યો છે.

ઝાકિર અને બિલાલને મળ્યો હતો ઉમર ગૌતમ
ધર્મના નામે લોકોનું બ્રેન વોશ કરનાર ઝાકિર નાઇક છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતમાંથી ફરાર છે. ત્યારે હાલ જ ધર્મપરિવર્તનનું કૌભાંડ ખૂલ્યું છે, તેના તાર ક્યાંક ને ક્યાંક ઝાકિર સાથે પણ જોડાયેલા છે. ધર્માંતરણ અંગેના ખુલાસામાં સામે આવ્યું છે કે ઝાકિર નાઇક અને બિલાલ ફિલિપને ઉમર ગૌતમ વર્ષ 2006માં દોહામાં મળ્યો હતો. ઉમર ગૌતમ અને બિબાલ ફિલિપે ઈસ્લામિક એજ્યુકેશન માટે એક MoU પણ સાઈન કર્યા હતા. ઉમર ગૌતમના સંબંધ PFI, જમાત-એ-ઈસ્લામી હિંદ, તબલીગી જમાતની સાથે જ વહદાત-એ-ઈસ્લામી સાથે હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ તપાસ એજન્સી આ મામલે વિસ્તૃતમાં તપાસ કરી રહ્યું છે.

કેનેડાના બિલાલ સાથે છે ઉમરના સંબંધ
ઉમર ગૌતમના સંબંધ કેનેડાના ફિલિપ સાથે હોવાની હકીકત સામે આવી છે. બિલાલ ફિલિપ દોહામાં ઈસ્લામિક ઓનલાઈન યુનિવર્સિટી ચલાવે છે. ઉમરની સંસ્થા ઈસ્લામિક દાવા સેન્ટર બિલાલની યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાઓ આયોજિત કરવાનો સત્તાવાર કેન્દ્ર હતું.

કોણ છે બિલાલ ફિલિપ?
અબુ અમેના બિલાલ ફિલિપનો જન્મ 1946માં થયો હતો. ફિલિપ ઈસ્લામિક પ્રીચર, ઈસ્લામિક ઓનલાઈન વિશ્વવિદ્યાલયનો સંસ્થાપક અને ચાન્સેલર છે જે કતરમાં રહે છે. બિલાલ ફિલિપની પાસે કેનેડાની નાગરિકતા પણ છે, તેનું સાચું નામ ડેનિલ બ્રેડલી ફિલિપ્સ છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ વિદેશમાં બેઠેલા ધર્મપરિવર્તનના માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપે એક ડઝનથી વધુ ભારતીયોને ISISમાં રેડિકલાઈઝેરન કરીને ઓનલાઈન ભરતી કરાવ્યા હતા.

બિલાલ ફિલિપ વિરુદ્ધ અનેક દેશોમાં પ્રતિબંધ
બિલાલ ફિલિપ અનેક વખત ઝાકિર નાઇકની માલિકીવાળા પીસ TV પર પણ ઘણી વખત જોવા મળ્યો છે. તે પોતાને એક સલાફી ગણાવે છે, જે ઈસ્લામના પારંપરિક અન શાબ્દિક રૂપની વકીલાત કરે છે. ચરમપંથી વિચારોને કારણે યુનાઈટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને કેન્યાએ પોતાના દેશમાં ફિલિપના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જર્મનીએ પણ બિલાલ ફિલિપને પોતાના દેશમાં પ્રવેશને લઈને બેન મૂકી દીધો છે. બિલાલ ફિલિપનો વિરોધ તો મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્ર બાંગ્લાદેશે પણ કર્યો છે અને તેને બાંગ્લાદેશ છોડી દેવાનું કહેવાયું હતું. લોકોને આતંકી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવા અને ભરતી કરવાને લઈને બિલાલ ફિલિપની વર્ષ 2014માં ફિલિપિન્સમાં ધરપકડ પણ કરવામાં આવી હતી.

આસામની સંદિગ્ધ સંસ્થા મરકઝ-ઉલ-મારિફ સાથે પણ જોડાયેલો છે ઉમર
ATSની તપાસમાં ઉમર ગૌતમનું કનેક્શન સંદિગ્ધ સંસ્થા મરકઝ-ઉલ-મારિફ સાથે પણ લેવડ-દેવડને લઈને સામે આવ્યો છે. મરકઝ-ઉલ-મારિફ વિરુદ્ધ આસામમાં ટેરર ફંડિંગ અને વિદેશ મુદ્રા અધિનિયમના અનેક કેસ દાખલ છે. સંસ્થાનાં બેંક ખાતાં અને ઉમરનાં બેંક ખાતાંઓ વચ્ચે લેવડ-દેવડના અનેક પૂરતા પુરાવાઓ ATSને મળ્યા છે.

ઉમર ગૌતમ સુધી કઈ રીતે થતું હતું ફંડિંગ?
ઉમર ગૌતમ સુધી હવાલાથી વિદેશોમાંથી ફંડ પહોંચાડવામાં આવતું હતું. ઉમર સુધી ગલ્ફ રૂટથી હવાલાની મદદથી પૈસા મોકલવામાં આવતા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉમર ગૌતમના HSBCના અકાઉન્ટમાં 1.5 કરોડ રૂપિયાનો હવાલાથી આવ્યા હતા. ગલ્ફ રૂટના પૈસા ઉમર ગૌતમની પાસે ચાંદની ચોકના હવાલા રેકેટથી પહોંચ્યા હતા. આ પૈસા કતર, દુબઈ, કુવૈત અને તુર્કીથી ઉમર ગૌતમ સુધી પહોંચ્યા હતા.

થયા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ
ઘટસ્ફોટમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઈરફાન શેખ દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ ચાઈલ્ડ વેલ્ફેરમાં ઈન્ટરપ્રિટરનું કામ કરે છે. પોતાની નોકરી દરમિયાન તે મૂક-બધિર લોકો વચ્ચે સારુંએવું સંતુલન બનાવી રાખે છે. ઈરફાન ઈસ્લામિક દાવા સેન્ટરના સંચાલક ઉમર ગૌતમ સાથે મળીને નોયડા ડેફ સોસાયટીના મૂક-બધિર છાત્રોના મનમાં તેમના મૂળ ધર્મ પ્રત્યે નફરતનો ભાવ ઊભો કરીને ઈસ્લામ ધર્મ અપનાવવાનું કહેતો હતો. રાહુલ ભોલા અને મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન પણ મૂક-બધિર છે. મન્નુ યાદવનું પણ ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે, ત્રણેય મળીને ઉમર ગૌતમ અને જહાંગરી માટે કામ કરતા હતા. મૂક-બધિર બાળકોના ધર્મપરિવર્તન કરાવ્યા બાદ નવી દિલ્હીના બાટલા હાઉસ સ્થિત ઈસ્લામિક દવાહ સેન્ટરમાંથી તેમના ધર્માંતરણનું પ્રમાણપત્ર તૈયાર કરાવવામાં આવતું હતું. કાનપુરના મૂક-બધિર વિદ્યાર્થી આદિત્ય ગુપ્તાનું ધર્માંતરણ મન્નુ યાદવે જ કરાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો