સુરતમાં કોરોના મહામારીમાં ધનવંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવામાં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું

અમદાવાદ બાદ સુરતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવ શહેરના તમામ વિસ્તારમાં ધનવંતરી રથ ફેરવામાં આવી રહ્યો છે, આ રથ દ્વારા કોરોના તપાસ બાદ સંક્રમણ આવેલા લોકોને દવાનું વિતરણ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે સુરતના પુના વિસ્તારમાં પહોંચેલા રથમાંથી લોકોને દવાનું વિતરણ કરવામાં આવ્યુ તે પણ એક્સપાયરી થયેલી દવા આપતા આ મહામારી લોકોની તબિયત સારી થવાની જગ્યા પર બગડી શકે છે, ત્યારે કોગ્રેસ દ્વારા આવી દવા આપીને કર્મચારી અને તંત્ર મોટું કૌભાંડ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ધનવંતરી રથ પર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ધનવંતરી રથ ગણા લોકો માટે ફાયદાકાર નિવડ્યો છે અને લોકોતંત્રનો આભાર પણ માની રહ્યા છે, પરંતુ થોડા દિવસો પહેલા જ આ ધનવંતરી રથને લઇ વિવાદ ઉદભવ્યો હતો. જેમા રેપિડ ટેસ્ટ બિલકુલ નિશુલ્ક હોવા છતાં લોકો પાસેથી 450 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

હવે આ ધનવંતરી રથને લઇ વધુ એક વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સુરતના વરાછા વિસ્તારના પુણામાં ધનવંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવા માં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ધનવંતરી રથમાં કોરોનાથી રક્ષણ મેળવવા અને બાળકોમાં લોહીની ઉણપ દુર થાય તે માટેની દવા લોકોને આપવામાં આવે છે, પરંતુ આ દવા ઓગષ્ટ માસમાં જ એક્સપાયરી થઈ હોવાનું બહાર આવ્યું છે.

આ મામલે સ્થાનિક લોકોએ ફરિયાદ કરતા કોંગ્રેસના સભ્યોએ ધનવંતરી રથની ચકાસણી કરતાં તેમાં મોટી માત્રામાં એકસ્પાયરી ડેટની દવાઓ મળી આવી હતી. જે ગત માસમાં જ એક્સપાયર થઇ ગઇ હતી. સુરતમાં હાલમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સુરત શહેરમાં 100થી વધુ ધનવંતરી રથ ચલાવવામાં આવી રહ્યાં છે, જેમાં ઉકાળા, આર્યુવેદીક દવાઓ અને હોમિયોપેથી સાથે અન્ય દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો