ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિની સુસાઇડ નોટમાં જેનો ઉલ્લેખ છે તે સ્વામી આનંદગિરિ ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ સાથે છેડતીથી લઈને દારૂના વિવાદોમાં બદનામ થઈ ચૂક્યો છે, લક્ઝરી કારોનો પણ શોખીન
પ્રયાગરાજમાં ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિનું સોમવારે શંકાસ્પદ મૃત્યુ થયું છે. ઘટનાસ્થળ પરથી પોલીસને 7 પાનાંની સુસાઇડ નોટ મળી છે. એમાં તેમના શિષ્ય આનંદગિરિનો પણ ઉલ્લેખ છે. એ પછી ઉત્તરાખંડ પોલીસે આનંદગિરિની ધરપકડ કરી છે.
પોતાને ઘૂમંતુ યોગી કહેનાર સ્વામી આનંદગિરિ પહેલાં પણ વિવાદોમાં રહ્યો હતો. આ કારણે તે હંમેશાં સમાચારોમાં રહ્યો છે. પછી તેને લક્ઝરી ગાડીઓનો શોખ હોય કે પછી તેની ઓસ્ટ્રેલિયામાં યૌન ઉત્પીડનના આરોપમાં ધરપકડ થઈ હોય. અહીં વાંચો ઘૂમંતુ યોગીના વિવાદ કેસ…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કાર અને બુલેટ બાઇકનો શોખ
છોટે મહારાજ તરીકે જાણીતા યોગગુરુ સ્વામી આનંદગિરિ લક્ઝરી લાઈફ જીવે છે. મોંઘી ગાડીઓમાં ફરવું, મોંઘા મોબાઈલ રાખવા, કીમતી કપડાં પહેરવાનો શોખ છે. સ્વામી આનંદગિરિને સારી કાર અને બુલેટ બાઈકનો પણ શોખ છે. તે માધ મેલામાં બુલેટ પર ફરતા જોવા મળતો હતો. હાથમાં એપલ કંપનીના બે-બે મોબાઈલ ફોન હતા. તે પહેરે છે ભગવા કપડાં, પરંતુ એની કિંમત હજારોમાં હોય છે.
ઓસ્ટ્રેલિયામાં મહિલા સાથે છેડતી કરવાના આરોપમાં જેલમાં પણ ગયો
આનંદગિરિની ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં મહિલાઓ સાથે બેડરૂમમાં મારપીટ અને છેડછાડ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પણ સનાતન ધર્મમાં માનનારાઓમાં ખૂબ આક્રોશ હતો. આનંદગિરિના વર્તન પર સવાલ કરવામાં આવ્યા હતા.
2018માં બનેલી આ ઘટનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોર્ટે પછીથી તેને નિર્દોષ છોડી મૂક્યો હતો. આ મામલામાં આનંદગિરિએ તેમના ગુરુ મહંત નરેન્દ્રગિરિ પર તેને છોડાવવાના નામ પર શહેરના ઘણા કરોડપતિઓ પાસેથી 4 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો.
વિમાનના ફોટો પર સર્જાયા હતા સવાલ
ઓક્ટોબર 2020માં આનંદગિરિનો એક ફોટો વાઈરલ થયો હતો. એમાં તે વિમાનના બિઝનેસ ક્લાસમાં બેઠો છે. તેની સામે હોલ્ડર પર એક ગ્લાસ રાખવામાં આવ્યો છે. એમ કહેવાઈ રહ્યું છે કે એમાં દારૂ છે. આ ફોટો વાઈરલ થયા પછી ઘણા લોકોએ આ બાબતની નિંદા કરી હતી. પછીથી આનંદગિરીએ આ ફોટા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ અંગે સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું હતું કે આ દારૂ નહિ, પરંતુ એપલ જ્યૂસ છે. મને બદનામ કરવાનું ષડયંત્ર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

