હવે દુકાનદાર થેલી કે બૅગના પૈસા માંગે તો આપતા નહીં, દેશભરમાં લાગુ થયો નવો ગ્રાહક સુરક્ષા કાયદો, જાણો વિગતે

મોદી સરકારે દેશના ગ્રાહકોને આજથી ઘણા અધિકારો આપ્યાં છે. દેશભરમાં આજથી ગ્રાહક સુરક્ષા કાયદો (ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019) (Consumer Protection Act 2019) લાગુ થઇ ગયો છે. નવો ગ્રાહક સુરક્ષા કાયદો 1986નું સ્થાન લેશે. અંદાજે 34 વર્ષ બાદ દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નવા કાયદામાં ગ્રાહકો દેશની કોઇપણ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરાવી શકે છે. આ સાથે ભ્રામક જાહેરાત પર દંડ તેમજ સજા બંનેની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે દુકાનદારો પર સંકજો કસવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ જો દુકાનદાર કેરી બેગનો ચાર્જ વસુલે છે અને ગ્રાહક તેની ફરિયાદ કરે છે તો તેના પર કાર્યવાહી થશે. કેરી બેગ માટે વધારાના રૂપિયા લેવા નવા કાયદા મુજબ દંડનીય થઇ ગયું છે.

કેરી બેગના રૂપિયા દુકાનદાર ન લઇ શકે

હવે કોઇપણ ગ્રાહક સામાન ખરીદ્યા પછી કેરી બેગની ડિમાન્ડ કરે છે તો તેના માટે પૈસા આપવા પડશે નહીં. બીજી વાત એ પણ છે કે જો તે ગ્રાહક સામાન હાથમાં લઇ જવા સક્ષમ નથી તો દુકાનદારને કેરી બેગ દેવી જ પડશે.

આ મુદ્દાને લઇને દેશના ઘણા ગ્રાહક ફોરમમાં ફરિયાદ આવી રહી હતી, ત્યારબાદ ગ્રાહક ફોરમે કેરી બેગના પૈસા લેવા પર સ્ટોર અથવા દુકાનદાર પર દંડ લગાવાનો શરૂ કર્યો હતો. હવે નવા કાયદામાં તેને લઇ કડક જોગવાઇ કરવામાં આવી છે.

નવા કાયદામાં કેરી બેગ પર ચાર્જ લીધો થશે કડક કાર્યવાહી

જો હવે તમારી પાસે કેરી બેગના નામ પર 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા લેવામાં આવે છે તો તેના બદલામાં દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે જ નવા કાયદામાં ઘણી બીજી ખાસ વાત છે. જેમાં હવે ગ્રાહકોની પાસે અધિકાર હશે કે દેશના કોઇપણ ગ્રાહક કોર્ટમાં તેઓ કેસ દાખલ કરાવી શકે.

પહેલાના ગ્રાહક સુરક્ષા કાયદા 1986માં એવી જોગવાઇ હતી નહીં. નવા કાયદામાં એક વધુ સૌથી મહત્વની વાત એ છે કે હવે ગ્રાહકોને ભ્રામક જાહેરાતથી પણ મુક્તિ મળશે. જો કોઇ ફિલ્મી કલાકાર અથવા ક્રિકેટર્સ દ્વારા કોઇ પ્રોડક્ટસનો પ્રચાર કરવામાં આવે છે અને તે પ્રોડક્ટમાં ભુલ નીકળે છે તો એવી સ્થિતિમાં તે સેલિબ્રિટી પર પણ જવાબી કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

ભ્રામક જાહેરાત પર પણ લાગશે રોક

એવામા ક્રિકેટ ખેલાડીઓ અને ફિલ્મી હસ્તિઓને હવે કોઇ પણ પ્રોડક્ટની જાહેરાત કરતા પહેલા તેની વિશ્વસનીયતા નક્કી કરવી ફરજિયાત થઇ જશે. એટલે હવે મોટા-મોટા ક્રિકેટર સ્ટાર હોય કે ફિલ્મી હસ્તિ અથવા અન્ય કલાકાર હોય કે કોઇ અન્ય સેલિબ્રિટી જો કોઇ વસ્તુની જાહેરાત કરે છે તો સાવધાન થઇ જાય. જાહેરાત કરતા પહેલા સેલિબ્રિટીની જવાબદારી બને છે કે તે જાહેરાતમાં કરેલ દાવાની તપાસ કરી લે. નવા કાયદા મુજબ ઉત્પાદન સંબંધિત કોઇપણ ખોટી જાણકારી તે જાહેરાત કરનારા સેલિબ્રિટીને મુશ્કેલીમાં નાંખી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો