અમદાવાદમાં પાર્કિંગ માટે નવી પોલિસી તૈયાર: ટૂ-વ્હીલર માટે પ્રતિ કલાક 10થી 15 અને ફોર-વ્હીલર માટે 20થી 25 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુરત કોર્પોરેશને તૈયાર કરેલી પાર્કિંગ પોલિસીને અપનાવીને પોતાની એક નવી પોલિસી તૈયાર કરી છે. રાજ્ય સરકાર આ પાર્કિંગ પોલિસી પર વિચારણા કરીને બે-ત્રણ સપ્તાહમાં એનો અમલ શરૂ કરવા મંજૂરી આપી શકે છે. અમદાવાદમાં જાહેર સ્થળો, મોલ, જાહેર રસ્તાઓ અને રહેણાક આસપાસના પાર્કિંગ મુદ્દે આ પોલિસીમાં ઘણી બાબતો આવરી લેવાશે, જેમાં ફ્રી પાર્કિંગ અને પેઈડ પાર્કિંગના મુદ્દાઓ પણ આવરી લેવાશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દિવ્યાંગો અને સિનિયર સિટિઝન્સ માટે 10 ટકા સ્પેસ ખાલી રખાશે
શહેરમાં જાહેર રસ્તા પર 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રોડ પર રસ્તાની એક બાજુ પાર્કિંગ સ્પેસ એલોકેટ કરવાની વિચારણા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના વિસ્તારની પાર્કિંગ સ્પેસની માહિતી મળી રહે અને પાર્કિંગ માટેનું એડવાન્સ પેમેન્ટ કરી શકાય એવી એપ કે ટેક્નોલોજી અમલમાં લાવવાની પણ વિચારણા થઇ રહી છે. આ સાથે દિવ્યાંગો અને સિનિયર સિટિઝન્સ માટે 10 ટકા પાર્કિંગ સ્પેસ ખાલી રાખવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

ટ્રાફિક વિભાગના સંકલનમાં ટોઇંગ માટેની SOP બનશે
અમદાવાદમાં ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવા વિચારણા થઇ રહી છે. સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતાં પાર્કિંગ સ્પેસ માટે શેરિંગવાળા પાર્કિંગ ઊભા કરવા વિચારણા થઇ રહી છે. આ ઉપરાંત પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમીિટ ઈસ્યુ કરવા માટેની પણ વિચારણા છે. ટૂ-વ્હીલર માટે વિસ્તાર પ્રમાણે પ્રતિ કલાક 10થી 15 રૂપિયાનો ચાર્જ વસૂલવા અને ફોર-વ્હીલર માટે 20થી 25 રૂપિયા ચાર્જ વસૂલવાની પણ વિચારણા અને પાર્કિંગ ચાર્જથી ભેગી થયેલી રકમ રસ્તાના રિસર્ફેસિંગ અને પેચ વર્ક માટે ઉપયોગમાં લેવા પણ વિચારણા કરવામાં આવી રહી છે. એ ઉપરાંત ટ્રાફિક વિભાગના સંકલનમાં ટોઇંગ માટેની SOP બનાવવા પણ વિચારણા થઇ રહી છે.

ગુજરાતનાં મેટ્રો શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યા છેઃ સુપ્રીમ કોર્ટ
ગુજરાતનાં શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગ કરવા માટે જગ્યા નથી. તાજેતરમાં યોજાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાતનાં મેટ્રો શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યા છે તેમજ મૉલ અથવા અન્ય બજારોમાં પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. પાર્કિંગની અગવડને કારણે નાગરિકોએ રોડ પર પોતાનાં વાહનો પાર્ક કરવાં પડે છે. રાજ્ય સરકાર દ્વારા પાર્કિંગ માટે કોઈ નક્કર નીતિ અથવા માર્ગદર્શિકા જાહેર કરવામાં નથી આવી.

શહેરીકરણ તદ્દન જટિલ અને કુશળતાનો વિષય છેઃ સરકાર
રાજ્યના પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમકે દાસે સપ્ટેમ્બરમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે શહેરીકરણનો વિષય તદ્દન જટિલ અને કુશળતાનો વિષય છે, જેથી શહેરીકરણનું વિશેષ જ્ઞાન ધરાવતા અધિકારીઓ દ્વારા જ પાર્કિંગ અંગેની પોલિસી ઘડી શકાય એમ છે, જેથી પાર્કિંગ પોલિસી અને એનું અમલીકરણ ગુજરાતના પરિવહન વિભાગના કાર્યક્ષેત્રમાં નથી, પરંતુ પાર્કિંગ પોલિસીના અમલીકરણમાં પરિવહન વિભાગની સહાયક ભૂમિકા છે. શહેરી વિકાસ અને ગૃહ વિભાગને પરિવહન વિભાગ એનો સંપૂર્ણ સહકાર આપશે. એ ઉપરાંત જ્યાં પણ જરૂર હોય ત્યાં પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાને ઉકેલવા શહેરી વિકાસ અને ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા નિર્દેશો અને માર્ગદર્શિકાઓના અમલીકરણ માટે પણ મદદરૂપ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો