ટીઆરબી જવાને કોંગી ધારાસભ્ય ચંદનજી ઠાકોરરની કાર રોકતા જવાનને ગાળો બોલી લાફો માર્યો, DGPનો ફરિયાદ નોંધાવા આદેશ

સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર બુધવારે બપોરે ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે તેમની પૂછપરછ કરવા માટે કાર રોકી હતી. આથી તેમના અહંમને ઠેસ પહોંચી હોય તેમ ઉશ્કેરાયેલા ધારાસભ્યે જવાનને બેફામ ગાળો ભાંડી લાફો ઝીંકી દીધો હતો. જોકે, ધારાસભ્યએ જણાવ્યું કે, ટીઆરબી જવાને મારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો, મેં કોઇ ગાળો બોલી નથી. દરમિયાન, ધારાસભ્ય અને તેમના પુત્ર વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ ફરજમાં રૂકાવટ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ચંદનજી ઠાકોરના ટીઆરબી જવાન સામેના બીભત્સ વાણી વર્તન એ અશોભનીય અને નિંદનીય છે. તેમણે કોરોના વોરિયર્સનું અપમાન કર્યું છે. તેમજ સેવા અને માનવતાનું પણ અપમાન કર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

બહારના જિલ્લાની કાર હોવાથી રોકી: TRB જવાન

ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે જણાવ્યું કે, હું ધારાસભ્યને ઓળખતો ન હતો અને બહારના જિલ્લાની ગાડી જોઇ ફરજના ભાગરૂપે ઉભી રખાવી પૂછપરછ કરતાં મને મનફાવે તેમ ગાળો બોલી એક લાફો મારી દીધો હતો, એટલે મેં પણ સામે ઊંચા અવાજે વાત કરી હતી.

ધારાસભ્ય અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ

આ ઘટનાને પગલે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કડક વલણ અપનાવી ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ગુનો દાખલ કરવા મહેસાણા એસપીને આદેશ કર્યો હતો. ત્યાર બાદ મહેસાણા એસપીના આદેશને પગલે પોલીસે ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને તેમના પુત્ર સામે જીતેન્દ્ર વિષ્ણૂપ્રસાદ રાવલે ફરિયાદનોંધાવી છે. બન્ને સામે IPC કલમ 188, 332, 504, 506(2) અને એપિડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51(A) અને 51(B) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

બીભત્સ વાણી-વર્તન-વ્યવહાર કર્યો છે, તે અશોભનીય અને નિંદનીયઃ ભાજપ પ્રદેશ પ્રવક્તા

આ મામલે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સિધ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરનાં TRB જવાન સામેનાં બિભત્સ વાણી-વર્તનનાં ટીવી -સોશિયલ મીડિયા પરનાં દ્રશ્યો જોઈને તમામ દર્શકોને આઘાત લાગે અને દુ:ખ થાય. જાનનાં જોખમે જે કર્મવીરો અને સેવાવ્રતીઓ પોતાની ફરજ બજાવે છે ત્યારે અભિનંદન આપવાને બદલે તેમનાં પર ગાળો વરસાવવી એ કોરોના વોરિયર્સનું અપમાન છે. પોતાની ફરજ બજાવતાં TRB જવાન સામે કોંગ્રેસનાં ધારાસભ્યે જે રીતે ધાકધમકી, ગાળાગાળી સાથે જે બીભત્સ વાણી-વર્તન-વ્યવહાર કર્યો છે, તે અશોભનીય અને નિંદનીય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો