કોંગ્રેસને મરવા નહીં દેવાય, તે માત્ર દેશ સાથે જ મરી શકે છે: પ્રશાંત કિશોર

હાલના દિવસોમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગત દિવસોમાં પ્રશાંત કિશોર કોંગ્રેસની બેઠકોમાં ઘણી વખત સામેલ થયા અને હાજરી પણ આપી. તો આ દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ને મરવા દઈ શકાય નહીં, એ માત્ર રાષ્ટ્ર સાથે જ મરી શકે છે. પ્રશાંત કિશોરે આ નિવેદન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના અન્ય ટોચના નેતાઓ સાથે બેઠક બાદ આપ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ પ્રશાંત કિશોરની કોંગ્રેસની 2024ની લોકસભાની ચૂંટણી તૈયારી માટે માળખું તૈયાર કરવાની યોજના છે. તેમાં દેશની આઝાદી, કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા, મહિલાઓ, યુવાઓ, નાના વેપારીઓ અને ખેડૂતો પ્રત્યે પાર્ટીનો દૃષ્ટિકોણ પર પ્રકાશ નાખવામાં આવ્યો. પ્રશાંત કિશોરે વર્ષ 2024મા પહેલી વખત વોટ નાખનારા 13 કરોડ મતદાતાઓના મહત્ત્વ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રશાંત કિશોરે પાર્ટીના રિપોર્ટકાર્ડ બાબતે પણ બધાને અવગત કરાવ્યા.

તેમણે યાદ અપાવ્યું કે લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસના માત્ર 90 સાંસદ છે અને દેશમાં 800 ધારાસભ્ય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ 3 રાજ્યોમાં સત્તામાં છે જ્યારે તે 3 વધુ રાજ્યોમાં ગઠબંધન સરકારનો હિસ્સો છે. તે 13 રાજ્યોમાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે. વર્ષ 1984 બાદ તેમની વોટિંગ ટકાવારી ઘટી રહી છે. એવામાં સારી રણનીતિની જરૂરિયાત છે. તો કોંગ્રેસના રણનીતિકારોનું કહેવું છે કે સંગઠનમાં બદલાવ પ્રશાંત કિશોરની રણનીતિને પણ ધ્યાનમાં રાખતા કરવામાં આવશે.

છેલ્લા 4 દિવસોથી રોજ પ્રશાંત કિશોર સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર સોનિયા ગાંધી સહિત પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠક પણ કરી રહ્યા છે. માત્ર પહેલી બેઠક બાદ પોતે રાહુલ ગાંધી વિદેશ જતા રહ્યા હતા એ છતા ભવિષ્યની રણનીતિ તૈયાર કરવાને લઈને તેમની નેતાઓ સાથે થયેલી બેઠક હોય કે પછી હિમાચલ ચૂંટણીને લઈને થયેલી બેઠક હોય કે પછી સોનિયા ગાંધીના ઘરે થયેલી કમલનાથ અને દિગ્વિજય સિંહની ઉપસ્થિતિમાં મધ્ય પ્રદેશને લઈને બેઠક, પ્રશાંત કિશોર એક બાદ એક કોંગ્રેસની રણનીતિ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

આ સિલસિલામાં બુધવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ ભઘેલ પણ દિલ્હી પહોંચ્યા હતા અને પ્રશાંત કિશોરની ઉપસ્થિતિમાં સોનિયા ગાંધીના આવાસ પર બંને રાજ્યોમાં કોંગ્રેસની રણનીતિ પર ચર્ચા થઈ હતી..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો