અરવલ્લીમાં કોંગ્રેસના ઉમેદવારને પરીવારના 12 મતમાંથી 11 મત જ મળ્યાં, EVMમાં છબરડા થયા હોવાના આક્ષેપ સાથે ફરી ચૂંટણી કરવાની માંગ

અરવલ્લીની દધાલિયા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને પરીવારના 12 મત પણ ના મળતાં વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ઉમેદવારને 11 મત મળ્યાં છે જ્યારે તેના પરિવારમાં જ 12 મત છે, જેથી કોંગ્રેસના ચૂંટણી એજન્ટે EVMમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે અને ફરી ચૂંટણી કરવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોએ મોડાસા કલેકટર કચેરી આગળ દેખાવો કર્યો છે.

મત ગણતરી દરમિયાન EVMમાંથી 11 મત જ નીકળ્યા

દધાલિયા તાલુકા પંચાયતને લઈને કોકપુર ગામમાંથી 626 લોકોએ મતદાન કર્યું હોવાનું કોંગ્રેસના ચૂંટણી એજન્ટે જણાવ્યું છે, સાથે એ જણાવ્યું કે, કોકપુર ગામમાં કોંગ્રેસના ઉમેદવારના ઘરના 12 સભ્યોએ મતદાન કર્યું હતું અને 188 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પણ મતદાન કર્યું હતું, પરંતુ આજે EVMમાં મત ગણતરી દરમિયાન તેમાંથી માત્ર 11 જ મત નીકળ્યા છે. જેથી કોંગ્રેસના ચૂંટણી એજન્ટે EVMમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે.

જ્યારે કોંગ્રેસના કાર્યકર જલદીપ પટેલનો આક્ષેપ છે કે, કોઈ રાજકીય પાર્ટીએ EVMમાં ચેડાં કર્યા છે, આ ચૂંટણીમાં આવી કેવી રીતે મત ગાયબ થઈ જાય? મારી માંગ છે કે અરવલ્લી તાલુકા પંચાયતની ચૂંટણી રદ થવી જોઈએ અને ફરીથી બેલેટ પેપર પર ચૂંટણી થવી જોઈએ. જલદીપ પટેલે વધુમાં જણાવ્યું કે, આમાં ચૂંટણી અધિકારીઓની પણ મિલીભગત હોઈ શકે છે, જેથી આની તપાસ કલેક્ટરે કરાવવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો