સુરતમાં હાહાકાર: હવે કાપડ માર્કેટમાં પણ Corona કેસ વધતા વેપારીઓ ચિંતિત, ડાયમંડ ઉદ્યોગ પણ આટલા દિવસ માટે બંધ

અનલોક-1 શરૂ થતાની સાથે સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને તંત્રની ચિંતા વધી છે. સાથે-સાથે ડાયમંડ બાદ હવે વારો છે કાપડ ઉધોગનો, કારણ કે હવે કાપડ માર્કેટમાં પણ કેસ વધી રહ્યા છે. કાપડ માર્કેટમાં પણ કોરોના પ્રસરતા, આગામી દિવસમાં ડાયમંડ ઉદ્યોગની જેમ આ ઉધોગ પણ બંધ કરવામાં આવે તો કરોડો રૂપિયાના નુકસાનની પણ બીક સતાવી રહી છે. ત્યારે કાપડ માર્કેટમાં હાલના સમયમાં ભયનો માહોલ સર્જાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં પણ અનલોક બાદ બે મહત્વના ઉધોગ શરુ તો થયા પણ સતત શહેરમાં કોરોના સક્ર્મણના કેસ વધી રહ્યા છે, જેને લઈને તંત્રની ચિંતા સતત વધી રહી છે. જોકે પહેલા આ કોરોના સક્ર્મણ ડાયમંડ ઉધોગમાં વધવા લાગ્યું હતું, ત્યાર બાદ સક્ર્મણ ધીરે ધીરે કાપડ માર્કેટમાં પણ વધવા લાગ્યું છે, ત્યારે મહાનગર પાલિકા કમિશનર સાથે ડાયમંડ અને કાપડ ઉધોગના અગ્રણીઓએ મીટીંગ કરી કોરોના ગાઈડનું કડક પણે અમલ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

જોકે, આ સૂચના બાદ પણ કેસ વધી રહ્યા હતા, જેને પગલે આજથી ડાયમંડ ઉધોગ 10 દિવસ માટે બંધી કરવામાં આવ્યો છે. ત્યારે કાપડ માર્કેટના વેપારીઓને એ ડર સતાવી રહ્યો છે કે, અઢી મહિના બંધ રાખ્યા બાદ વેપાર શરૂ થયો છે, અને ધીરે ધીરે માર્કેટમાં કામ કરતા કારીગર અને માલિકો રાજસ્થાન તરફથી આવી રહ્યા છે, અને તેવામાં વધુ સક્ર્મણ વધે તો ડાયમંડ ઉધોગની જેમ કાપડ માર્કેટ પણ બંધ કરાવશે તેવો ડર છે. બીજી બાજુ જો કાપડ માર્કેટ બંધ થાય તો આગામી દિવસમાં આવી રહેલા તહેવારોને લઇને જે વેપાર છે તે પડી ભાગવાની બીક છે. આમ જો હવે તહેવાર નજીક છે અને વેપાર બંધ થાય તો, 2 હજાર કરોડનું નુકસાન થાય તેવો ડર સતાવી રહ્યો છે.

જોકે વેપારીઓની વાત માનીએ તો, લોકડાઉનને લઈને તેમને 300 કરોડનું નુકસાન થયું છે, અને થોડી ગાડી પાટા પર આવી રહી છે, ત્યારે જો કોરોના કેસ વધે તો માર્કેટ બંધ થાય તો તેમને નુકશાની વેઠવી પડે તેમ છે.

આમ તો વેપારીઓ પોતાનો વેપાર કરવા માટેની તૈયારી શરૂ કરી છે, ત્યારે ડાયમંડ બાદ કાપડ ઉધોગ જે રીતે કોરોનાના નિશાન પર છે, ત્યારે વેપારીમાં ડર છે કે, આગામી દિવસમાં કાળજી નહીં રાખવામાં આવે તો કેસનું પ્રમાણ વધશે અને તંત્ર માર્કેટ બંધ કરાવશે તો તેમને મોટું નુકસાન વેઠવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો