એગ્રો સંચાલકોએ ખેડૂતોને નામે સબસિડ વાળા ખાતરનું કૌભાંડ કરી નાંખ્યું, ઓછુ ખાતર લેતા ખેડૂતોના નામે ડમી બિલ બનાવી વેચતા હતા
ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો રાત દિવસ મહેનત કરી રહી છે અને વિવિધ સહાય યોજનાઓ અમલમાં લાવી ખેડૂતોને બેઠા કરવા પ્રયત્ન રહે છે પરંતુ કેટલીક જગ્યાએ ખેડૂતોના નામે સબસીડાઈઝ વસ્તુઓ બીજા જ લોકો ઓહિયા કરી જવાના બનાવો બનતા હોય છે.
નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં અને ત્યાર બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડી વાળું ખાતર કાયદાની ઉપરવટ જઈ અન્ય રાજ્યોમાં વેચાણ કરવાની કામગીરી કરનાર વાંસદાના એગ્રો સંચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળી રહે તેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ ખાતરોમાં સબસીડી આપે છે રાજ્ય સરકારના નિયમ મુજબ ખેડૂતોના થંબનેલ લઈને ખેડૂતોને સબસીડી વાળુ ખાતર આપવાનું હોય છે જેમાં વાંસદા તાલુકાની એબીસી કંપની દ્વારા ઓછું ખાતર લેનાર ખેડૂતોના નામે વધુ ખાતર ખરીદવાનું બિલ બનાવી કાયદા વિરુદ્ધ રાજ્ય બહાર વેચવાનું કામ કરતા એ બી સી એગ્રોના સંચાલક ચિરાગ પટેલ ની વાંસદા પોલીસે ધરપકડ કરી છે.
સબસિડીવાળા ખાતરને બીજા રાજ્યમાં વેચવાનું કૌભાંડ
સબસીડાઈઝ ખાતર વેચવા માટે રાજ્ય સરકારની મંજુરી લીધા બાદ અને ખેડૂતોના થંબનેલ હોય છે અને રાજ્ય બહાર વેચવા માટે સદંતર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેમ છતાં ચિરાગ પટેલ અને તેમની કંપની દ્વારા સેલવાસ ખાતે વનવિભાગને ૨૦૦ જેટલી ગોળીઓ ખાતર વેચવામાં આવ્યું છે જે બાબતે ખેતીવાડી અધિકારી વાસદાને માલુમ પડતાં તપાસ કરી હતી જેમાં ઓછું ખાતર લેનાર ખેડૂતોના નામે વધુ ખાતર નું બિલ બનાવી ખાતર અન્ય વિસ્તારમાં વેચાણ કર્યાનું ધ્યાને આવતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેના આધારે પોલીસે ચિરાગ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચીખલી તાલુકામાં પણ એક સપ્તાહ પહેલા આવા જ પ્રકારના બનાવમાં એક એગ્રો સંચાલકની ધરપકડ કરવામાં આવી છે અને વાંસદા તાલુકામાં આ બીજી ઘટના બની છે. કોરોના સમય દરમિયાન ખાતર વેચાતું ન હોય તેવા સમયે એગ્રોના સંચાલકે પોતાની મોડસ ઓપરેન્ડી દ્વારા ખાતર ખેડૂતોના નામે લઈ સેલવાસ ખાતે વેચ્યું હતું.
જેમાં રાજ્ય સરકારના સબસીડી ખાતર વેચાણના નિયમોના ભંગ તેમજ છેતરપિંડી અને વિશ્વાસ ઘાત નો ગુનો નોંધી નવસારી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લાના 2 એગ્રો સંચાલકો દ્વારા ગુજરાતનું સબસીડી વાળુ ખાતર રાજ્ય બહાર વેચવાના બે ગુનાઓ નોંધાતા એગ્રો સંચાલકોમાં પણ હડકંપ મચ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

