શરમજનક ઘટના! ગુંડાઓએ ભરબજારમાં મહિલાને ઉઠાવી જવાની કરી કોશિશ, પાંચ લોકો સામે ફરિયાદ
રાજસ્થાનના ભરતપુરમા જિલ્લાના વાડી કસબામાં ભરબજારમાં એક મહિલાની છેડતી (woman molestation) કરવાનો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા એક મહિલા ઘરેથી બજારમાં જવા માટે નીકળી હતી. આ દરમિયાન એક જીપ તેની પાસે આવીને ઊભી રહી હતી. જેમાં બે લોકો ઉતર્યા હતા. અને મહિલાને ઉઠાવી જવાની કોશિશ (Attempted kidnapping) કરી હતી. અહીં તમાશો જોવા માટે લોકોની ભીડ તો એકઠી થઈ ગઈ હતી પરંતુ કોઈએ આગળ આવીને મહિલાની મદદ ન કરી.
નજીકમાં ઈ મિત્ર સેન્ટર ચલાવનાર એક વ્યક્તિએ આ તમાશો જોઈને તેણે મહિલાની મદદ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેણે આરોપીઓને પોલીસ બોલાવવાની વાત કરી તો લુખ્ખાતત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકની દુકનાની બહાર લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે ઘટના અંગે 5 કલાક બાદ કેસ નોંધ્યો હતો.
પોલીસે જણાવ્યું કે મહિલાના લગ્ન 12 વર્ષ પહેલા જગનેર કસ્બાના રછુઆ ગામમાં સાહેબ સિંહ સાથે થયા હતા. પતિના ભાભી સાથે આડા સંબંધો હતો. એટલા માટે મહિલાએ સાસરી છોડી દીધી હતી. તે છેલ્લા 6 વર્ષથી પતિના પ્લોટમાં મકાન બનાવીને ત્રણ બાળકો સાથે રહી રહી હતી.
તે કસ્બાના ખાનીગ નર્સિંગ હોમમાં કામ કરે છે. મહિલાનું કહેવું છે કે સાસરીના લોકો છાસવારે તેને પરેશાન કરે છે. પીડિતાએ જણાવ્યું કે, પહેલા પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ કોઈ જ કાર્યવાહી કરી ન હતી. જેના પગલે આરોપીઓની હિંમત વધી ગઈ હતી. આ જ કારણ છે કે તેઓએ અપહરણ કરવાની કોશિશ કરી હતી. પીડિતાએ પોતાના નંણદોઈ અને તેના 5 સાથીઓ ઉપર અપહરમ કરવાના કોશિશની ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ મહિલાની છેડતી કરવાનો શરમ જનક કિસ્સો સામે આવ્યો હતો. અહીં મેનેજરની પત્નીને રોમિયોએ છેડતી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. પરિણીતા રોજ નિત્ય ક્રમ પ્રમાણે સાંજના સમયે દૂધ લેવા માટે જતી હોય છે. ત્યારે એક દિવસ પણ તે દૂધ લેવા માટે નીકળી હતી આ સમેય રોમિયો હિતેષ વાળા ઘેટ પાસે બાઈક લઈને આવ્યો હતો અને તેને ગંદા ઈશારા કર્યા બાદ હાથ પકડીને તેના હાથમાં મોબાઈલ નંબર લખેલી ચીઠ્ઠી પકડાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

