રાજુલામાં 90 વર્ષના વૃદ્ધને પુત્રએ મારમારી લોહીલુહાણ કર્યા, ખજૂરે અપાવ્યો ન્યાય, પુત્રની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો

રાજ્યમાં જાણે હવે સંતાનો દ્વારા તેમના વૃદ્ધ માતા-પિતા પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સાઓ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવાર-નવાર આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. ત્યારે અમરેલી જીલ્લામાં 90 વર્ષના પિતાને માર મારનાર એક પુત્રની રાજુલા પોલીસે ધરપકડ કરી છે. પુત્ર એ તેના 90 વર્ષના પિતાને ઘરની બહાર ન નીકળવાનું જણાવ્યું હતું પરંતુ તેના પિતા ઘરની બહાર નીકળતા પુત્રએ રોષે ભરાઈને પિતાને ઢોર માર માર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમરેલી જિલ્લામાં વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થયું હતું. તો કેટલાક ગરીબ લોકોના મકાન પણ તૂટી ગયા હતા ત્યારે અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓમાં લોકોના તૂટી ગયેલા ઘરને યુ-ટ્યુબ પર કોમેડી વીડિયો બનાવનાર ખજૂર એટલે કે નીતિન જાનીની ટીમ દ્વારા બનાવી આપવામાં આવ્યા હતા. ત્યારે રાજુલામાં પણ એક 90 વર્ષના કાનજીભાઈ નામના વૃદ્ધનું મકાન પણ તૂટી ગયું હોવાથી આ મકાન નીતિન જાની દ્વારા તેમનું ઘર બનાવી આપવામાં આવ્યુ હતું.

ત્યારબાદ વૃદ્ધ કાનજીભાઇના પુત્રેએ તેમને માર માર્યો હોવાની જાણ ખજૂરને થઈ હતી. તેથી તાત્કાલીક ખજૂર એટલે કે નીતિન જાની તેની ટીમ સાથે રાજુલામાં પહોંચ્યો હતો અને 90 વર્ષના વૃદ્ધ કાનજીભાઇને માર મારનારા પુત્ર શામજીને કાયદાકીય પાઠ ભણાવ્યો હતો. આ ઉપરાંત નીતિન જાની એ જ શામજી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ બાબતે પોલીસ દ્વારા શામજીની ધરપકડ કરવામાં આવી હતી.

નીતિન જાની જે સમયે વૃદ્ધ કાનજી ભાઈના ઘરે પહોંચ્યો હતો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેનો પુત્ર પિતા પર ખૂબ જ ત્રાસ ગુજારતો હતો અને બિમાર અવસ્થામાં પણ તે તેમને હોસ્પિટલે લઈ જતો ન હતો. જો પિતા પુત્રનું કહ્યું ન કરે તો તે પિતાને ઢોર માર મારતો હતો.

આ બાબતે નીતિન જાનીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કરીને લોકોને પણ અપીલ કરી હતી કે, તેમના ઘરની આસપાસ પણ જો કોઈ આવી ઘટના બનતી હોય તો તેનો વીડિયો બનાવીને તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરે જેથી આ લોકોના ધ્યાન પર આવે. નીતિન જાનીએ ફરિયાદ નોંધાવતા પોલીસે 90 વર્ષના વૃદ્ધ કાનજીભાઈને માર મારનારા પુત્રની ધરપકડ કરતાં નીતિન જાનીએ પોલીસનો આભાર માન્યો હતો. જોકે આ અગાઉ પણ નીતિન જાની એક વૃદ્ધાની મદદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો