કોડીનારમાં સગીરાને ઘેનની દવા પીવડાવી બનાવી હવસનો શિકાર, ભાજપ નેતા સામે નોંધાઈ ફરિયાદ

હાથરસ અને જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાઓની આગ હજી શાંત થઈ નથી ત્યાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં પણ સામે આવેલી દુષ્કર્મની ઘટનામાં ફિટકાર જન્માવે એવી હકીકતો સામે આવી રહી છે. ગીર સોમનાથના (Gir somnath) કોડીનાર પોલીસ સ્ટેશનમાં (kodinar police station) સગીરા પર ભાજપના રાજકીય (BJP leader) કાર્યકરે દુષ્કર્મ (rape) કર્યાની ફરિયાદ નોધાઈ હતી. આ ગુનામાં સાથ આપનાર સગીરાના મામા અને નાની સહિત અન્ય મહિલા સહિત 4 આરોપીઓ સામે પોસ્કો મુજબ નોંધાયો ગુનો. ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી માહિતી પ્રમાણે કોડીનારમાં દુષ્કર્મનો આરોપી ભાજપ અગ્રણી પ્રવીણસિંહ ઝાલા સગીરાને ઘેનની દવા પીવડાવી બેભાન બનાવીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની સ્ફોટક વિગતો આજે સામે આવી હતી. આ ઉપરાંત સગીરાની નાની ભૂતકાળમાં કુટણખાના કેસમાં પકડાઈ ચૂકેલી લીલી નામની મકાન માલિક મહિલા, સગીરાના નાની અને મામાની ધરપકડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે કોડીનારમાં એક વિસ્તારમાં પોતાની નાનીને ત્યાં રહેતી 14 વર્ષની સગીરા રહેતી હોય ત્યાં તેમના મામા ભાજપના કાર્યકર પ્રવીણ સિંહ ઝાલાના ડ્રાઈવર તરીકે કામ કરે છે. આમ સગીરાને પણ કામ અપાવી દેવાના બહાને પ્રવીણસિંહના ફાર્મ પર સગીરા સાથે ઓળખાણ કરાવી હતી.

પોલીસ મળેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ ઘટના પછી લીલી સગીરાને દરરોજ જમવામાં ઘેનની દવા આપતી એટલે સગીરા જમ્યા બાદ ઊંઘી જતી અને જાગ્યા બાદ નિંદ્રા અવસ્થામાં તેની સાથે ખરાબ કામ થયું હોવાની જાણ થતાં સગીરાએ તેના મામા-નાની અને લીલીને જણાવ્યું ત્યારે એઓએ ‘આવું કઈ થયું નથી, આ તારો વહેમ છે’ તેવું જણાવી સગીરાને મકાનમાં ગોંધી રાખી હતી.

સગીરાના દાદી જે અન્ય જીલ્લામાં રેહતાં હોય તેણે કરેલ ફરિયાદ મુજબ સગીરાના નાની તેમજ મામા અને અન્ય મહિલા સહિત ત્રણ વ્યક્તીની મદદગારી કરી અને પ્રવીણ ઝાલાએ સગીરાનો હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ કોડીનાર પોલીસમાં નોધાવી હતી. તો આ બનાવ બાબતે વેરાવળ એસપી કચેરી ખાતે આરોપીઓ પર સખત કાર્યવાહી કરાય તેવું એક સમાજ દ્રારા આવેદન પણ અપાયું છે.

પોલીસે આ બનાવમાં સગીરાના મામા તેમજ નાની સહિત એક મહિલાની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી હાલના ભાજપ અગ્રણી અને ભૂતકાળમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા પ્રવીણસિંહ ઝાલાને પોલીસ શોધી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો