જંતુનાશક દવા બનાવનારી કંપનીઓ યુરોપમાં પ્રતિબંધિત જંતુનાશકો ભારતીય ખેડૂતોને વેચી રહી છે, જે છંટકાવ કરનારા ખેડૂતો અને જમીનની ફળદ્રુપતાને પણ અસર કરે છે.

દુનિયાની 5 સૌથી મોટી જંતુનાશક બનાવનારી કંપનીઓ ભારત જેવા ઘણા વિકાસશીલ દેશોમાં એવા ખતરનાક જંતુનાશકો વેચીને કમાણી કરી રહી છે, જેમાંથી કેટલાક પર યુરોપીય બજારોમાં પ્રતિબંધ પણ છે. એક સંશોધન અનુસાર, ભારતમાં આ કંપનીઓએ 2018માં ખતરનાક જંતુનાશકો HHPનો 59 ટકા હિસ્સો ભારતમાં વેચ્યો છે, જ્યારે બ્રિટનમાં વેચવામાં આવેલા આ પ્રકારના જંતુનાશકોનું પ્રમાણ માત્ર 11 ટકા જ છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રિમંડળે જંતુનાશક પ્રબંધન વિધયક, 2020 (પેસ્ટિસાઈડ મેનેજમેન્ટ બિલ 2020)ને મંજૂરી આપી દીધી છે. આ વિધેયકમાં નકલી જંતુનાશકોથી ખેડૂતોને થતા નુકસાનની ભરપાઈનો ઉલ્લેખ તો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં એવો કોઈ પ્રાવધાન કરવામાં નથી આવ્યો કે, ઝેરી જંતુનાશકો પર પ્રતિબંધ લગાવવામાં આવે અથવા તેનું પ્રોડક્શન દેશમાં બંધ કરી દેવામાં આવે.

સંશોધન અનુસાર, તેમના દ્વારા વેચવામાં આવતા કેટલાક જંતુનાશકો યુરોપીય બજારોમાં પ્રતિબંધિત છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં નબળી કાયદાકીય વ્યવસ્થાને કારણે આ કંપનીઓ સરળતાથી પોતાના ઉત્પાદનો વેચી દે છે. આ કંપનીઓ દ્વારા વિકાસશીલ દેશોમાં આશરે 45 ટકા વધુ હાનિકારક જંતુનાશકોનું વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે વિકસિત દેશોમાં આશરે 27 ટકા HHPનું વેચાણ થયું હતું. અનુમાન છે કે, ભારતમાં તેના દ્વારા વેચવામાં આવેલા કુલ જંતુનાશકોમાં 59 ટકા જંતુનાશકો વધુ હાનિકારકની શ્રેણીમાં આવે છે, જ્યારે બ્રાઝિલમાં 49 ટકા, ચીનમાં 31 ટકા, થાઈલેન્ડમાં 49 ટકા, આર્જેન્ટિનામાં 47 ટકા અને વિયેટનામમાં 44 ટકા વધુ હાનિકારક શ્રેણીના જંતુનાશકો વેચવામાં આવે છે.

આ ખતરનાક જંતુનાશકોને કારણે તે ઉત્પાદનો ખાનારા વ્યક્તિઓ, તેનો છંટકાવ કરનારા ખેડૂતોની સાથે સાથ જમીનની ફળદ્રુપતા પર પણ તેની અસર પડે છે. જેને કારણે સરકાર ખેડૂતોને જૈવિક ખાતરનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો