સુરતમાં માથાભારે ગુંડાઓનો આતંક: ગાળાગાળી કરવાની ના પાડનાર યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દીધા, યુવાનનું મોત

શહેરના અમરોલી વિસ્તારમાં માથા ભારે ઈસમોને ગાળ બોલવા બાબતે ઠપકો આપનાર યુવાન પર માથા ભારે ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઇને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

સુરતમાં સામાન્ય બાબતે અનેક વખત હત્યાની ઘટના બની છે, ત્યારે ફરી એક વખત એક યુવાનની હત્યા કરવાની ઘટના સામે આવી છે. સુરતના અમરોલી-જુના કોસાડ રોડ સ્થિત નવા હળપતિ વાસ મહોલ્લામાં રહેતો અને કલરકામની મજૂરી કામ કરતો શ્રાવણ ઉર્ફે સાવંત પિરાજી શિન્દે આજથી પાંચ દિવસ પહેલા પોતાના મિત્ર સાથે ઘરની બહાર બેઠો હતો, ત્યારે તે સમયે ત્યાંથી પસાર થતા અને માથા ભારેની છાપ ધરાવતા બે ઈસમો ગાળાગાળી કરી રહ્યા હતા. જેથી. શ્રાવણે બંન્ને યુવાનને જાહેરમાં ગાળાગાળી ન કરો એમ કહી ઠપકો આપ્યો હતો.

ઠપકો આપતા વેંત બંન્ને યુવાનો ઉશકેરાયા હતા, અને શ્રાવણ સાથે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો, અને પેટના ભાગે ત્રણથી ચાર ઘા ઝીંકી દઇ બંન્ને યુવાનો ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં શ્રાવણને તુરંત જ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે પાંચ દિવસની સારવાર બાદ શ્રાવણનું મોત થયું છે, સામાન્ય બાબતે આ યુવાની હત્યાને લઇને સમગ્ર વિસ્તારમાં આ બને ઈસમો માટે લોકો માં રોષ જોવા મળી રહ્યો છે.

અમરોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી, જેને લઇને પોલીસે આ હત્યામાં સંડોવાયેલ દિપુસીંગ દેશરાજસીંગ રાજપુતની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, તેના સાગરિક રવિ બિહારીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો