આ ગામમાંથી એટલું બધું સોનું મળ્યું, જાણીને આંખો થઇ જશે પહોળી, પરંતુ ગામ લોકોએ ખોદકામની પાડી ના, જાણો કારણ…

જો તમને ખબર પડે કે તમે જે ગામમાં રહો છો ત્યાં સોનાનો ભંડાર છુપાયેલો છે તો તમે શું કરશો. કદાચ તમે જાતે જ ખોદકામ શરૂ કરીને કાઢવા લાગશો. પરંતુ કોલંબિયાના એક નાનકડા ગામ કાજામારકામાં રહેતા લોકો એ આમ કરવાની ના પાડી દીધી છે. આ ગામની નીચે 680 ટન સોનાનો ભંડાર છે. જેની કિંતમ 2.43 લાખ કરોડ રૂપિયા છે.

ગામવાળાઓએ ખોદકામની શરૂઆત કરવા માટે જનમત સંગ્રહમાં એકજૂથ થઇ વિરોધ કર્યો. તેમનું કહેવું છે કે જો પર્યાવરણ બચશે તો અમે બચીશું. અમે ઇચ્છીએ છીએ કે અમારી આવનારી પેઢીને સારું પર્યાવરણ મળે. 19000ની વસતીવાળા ગામમાં માત્ર 79 લોકોએ જ ખોદકામના પક્ષમાં મતદાન કર્યું.

કોલંબિયા સરકારના મતે કાજામારકા ગામમાં દબાયેલા સોનાનો આ ભંડાર દક્ષિણ અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો ભંડાર છે. સરકારે ખોદકામની જવાબદારી દક્ષિણ આફ્રિકાની કંપની એંગ્લોગોલ્ડ અશાંતિને સોંપી હતી. આ ખાણને લા કોલોસા નામ આપ્યું છે.

સરકારનું માનવું હતું કે અહીં માર્ક્સવાદી વિદ્રોહી ખત્મ થઇ ગયા છે. આથી અહીં સરળતાથી ખોદકામ કરી શકાય છે. પરંતુ જનમત સંગ્રહના પરિણામોએ સરકારની આશા તોડી દીધી નાંખી છે. કોલંબિયાના મંત્રી જર્મન એર્સ જનમત સંગ્રહના પરિણામથી ખુશ નથી. તેમનું કહેવું છે લોકોને આ મામલામાં ગમુરાહ કરાયા છે.

ભારતની પાસે રિઝર્વ છે 608 ટન સોનું

હંમેશાથી સોનું મુશ્કેલ સમયમાં કામ આવે છે. કેટલાંય દેશ સોનાને રિઝર્વમાં રાખે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે અમેરિકાની પાસે સોનાનો સૌથી વધુ ભંડાર છે. ત્યારબાદ જર્મની, ઇટલી, ફ્રાન્સ, અને ચીનનો નંબર આવે છે. આ યાદીમાં ભારત દસમા નંબર પર છે. આપણી પાસે રિઝર્વમાં 608 ટન સોનું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો