શરદી-ખાંસીમાં તમે પણ ડોક્ટરને પૂછ્યા વગર જ Azithromycin ગળી લો છો? તો જાણો નિષ્ણાતોની ચેતવણી

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં હાલ ઉમેરો થઈ રહ્યો છે. જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જોકે, આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નજીવો તાવ કે શરદી ખાંસી (cold and cough) હોય તો પણ ઝડપથી સાજા થઈ જવાની લ્હાયમાં જાતે દવા લેવી નહિ. ડોકટરની સલાહ વગર લેવાતી દવાઓથી કિડની અને લીવરની તકલીફ થઈ શકે છે. આ અંગે નિષ્ણાતો શું કહી રહ્યા છે તે જોઇએ.

કોરોનાના દિન પ્રતિદિન કેસમાં ઉમેરો થઈ રહ્યો છે. એજીથ્રો માઇસીન, લિવો સેત્રરીજિન જેવી દવાઓની માંગમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. જોકે, લોકો સામાન્ય શરદી ખાંસી અને તાવ જેવા લક્ષણો જણાતા ઘણીવાર લોકો જાતે ડોક્ટર બની દવાઓ દવાની દુકાનેથી લઈ લેતા હોય છે. પરંતુ આવી દવાઓનું સેવન કરવાથી મુશ્કેલીઓ વધી શકે છે. ડૉક્ટર્સની સલાહ વગર દવા લેવાથી લીવર અને કિડની પર અસર થઈ શકે છે.

કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલએ જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. ઓમિક્રોનમાં મૃત્યુ દર ઓછો છે એટલે લોકો ઘરે રહીને જ ટ્રીટમેન્ટ લઈ સાજા થઈ રહ્યા છે. જે એક પોઝિટિવ બાબત છે. હાલમાં એજીથ્રો માઇસીન, લિવો સેત્રરીજિન, ડોલો, લીમસી જેવી દવાઓની માંગમાં 25થી 30 ટકાનો વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, મલ્ટી વિટામિનની દવાઓની પણ માંગમાં વધારો છે. જોકે, ઘણીવાર લોકો જાતે દવાઓ લઈ લે છે તે યોગ્ય નથી. મને જાણકારી મળી છે, તે પ્રમાણે એજીથ્રો માઇસીન દવા એ ભૂખ્યા પેટે લેવાની અને દિવસમાં એકવાર લેવાની દવા છે જેની જગ્યાએ લોકો દિવસમાં બે બે વાર દવાઓ લઈ લે છે. જે સ્વાસ્થ માટે હનીકારક છે. આવી દવાઓ વધુ પડતી લેવાથી તેની સીધી અસર લીવર અને કિડની પર પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો