હજારો ખેડૂતો 4 સેલ્સિયસ તાપમાનમાં પણ ખડેપગે: કહ્યું- અંદર એટલો આક્રોશ છે કે ઠંડું પાણી પણ કંઈ ન બગાડી શકે

ઠંડી થથરાવી રહી છે, તેમ છતાં ખેડૂત અડગ છે. એને ન તો સરકાર હલાવી શકે છે અને ઠંડી પણ. બુધવારે સાંજે સંત બાબા રામસિંહની આત્મહત્યા પછી ખેડૂતો હચમચી ગયા હતા. ખેડૂતોનાં પરિવારજનો પરેશાન છે, આ પ્રકારની ઘટના બનતાંની સાથે જ ફોનની ઘંટડીઓ શરૂ થઈ જાય છે પરિવારજનોના ખબરઅંતર પૂછવા માટે બુધવારે રાતે અમે પણ ખેડૂતોના ખબરઅંતર પૂછવા માટે રસ્તા પર પહોંચી ગયા હતા. 4 ડીગ્રી તાપમાન અને 12 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ફૂંકાતો પવન વાગી રહ્યો હતો. રાતે 11 વાગ્યે બધું કામ બંધ કરીને સૂવાની તૈયારીમાં હતા. ખાલસા એડના રૈનબસેરામાં પહોંચ્યા તો લાંબી લાઈન બહાર લાગી હતી. આ બધા લોકો અહીં સૂવા માટે આવ્યા હતા. અહીં ઊભેલા ખેડૂત અનમોલ સિંહ સાથે વાત કરી તો જણાવ્યું હતું, એક કલાકથી લાઈનમાં ઊભો છું, જેથી સૂવા માટેની જગ્યા અને ધાબળો મળી શકે.

અંદર જઈને જોયું તો 200થી વધુ ખેડૂત સૂતા હતા. છતના નામે ઉપર એક ટેન્ટ હતો અને નીચે જમીન પર ચાદર પાથરેલી હતી. શરીર ઢાંકવા માટે ધાબળા મળ્યા હતા અને પોતપોતાનો સામાન પોલિથિનમાં રાખેલો હતો. અહીં પાછા આવેલા ખેડૂત હરપ્રીત સિંહને પૂછ્યું કે આટલી ઠંડીમાં કેવી રીતે રોકાયા છો તો તેમણે કહ્યું, અમે તો સ્વર્ગમાં છીએ, બહાર રસ્તા પર જઈને જુઓ, આ સરકારે અમારા ભાઈઓને કેવી રીતે રાત પસાર કરવા માટે મજબૂર કરી રાખ્યા છે. અહીંથી નીકળ્યા તો જોયું કે સાઈડમાં હાલ પણ લોકો નાહી રહ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાતે જ નાહવા માટે નંબર લાગે છે, કારણ કે અહીં નંબર ન આવે તો બહાર રસ્તા પર આ ઠંડીમાં બરફ જેવા ઠંડા પાણીથી નાહવું પડે છે. અહીંથી અમે આગળ રસ્તા પર ગયા તો ચોંકી ગયા. વૃદ્ધ, મહિલાઓથી માંડી નાનાં બાળકો તમામ રસ્તા પર એક મોટા ધાબળાના સહારે સૂઈ રહ્યાં હતાં. કોઈ ટ્રેક્ટરની નાની સીટ પર સૂતું હતું તો કોઈ ટ્રોલીઓની નીચે બેડ લગાવીને સૂવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અમુકે તો ટ્રોલીની અંદર જ બેડ બનાવી લીધા હતા.

એક ટ્રોલી નીચે પંજાબથી આવેલા ખેડૂત હરપાલ સિંહ સૂવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની સાથે વાત કરી તો જણાવ્યું, ઘણા સમયથી સૂવાનો પ્રયાસ કરી રહ્યો છું, પણ ઊંઘ નથી આવતી. અમે કહ્યું- ઠંડીના લીધે ઊંઘ નથી આવતી કે શું? તો ખેડૂતે જવાબ આપ્યો, જ્યારે સરકાર સામે ટક્કર ઝીલી લીધી છે તો ઠંડી શું ચીજ છે. ઘરમાં પત્ની બીમાર છે અને કોઈ દવા કરનાર નથી. મેં તેને ફોન પર કહ્યું, ઘરે આવી જાઉં, તો તેણે જવાબ આપ્યો, હું ભલે મરી જાઉં, પણ જીત્યા વગર પાછા ન આવશો. અહીંથી થોડેક આગળ ગયા તો અમુક ખેડૂતો તાપણી કરી રહ્યા હતા.

તેને વાત કરી તો જણાવ્યું, ટ્રોલીમાં માણસો વધુ છે, એટલા માટે અડધી રાત સુધી અડધા લોકો સૂવે છે. એના પછી બીજાનો નંબર આવે છે. ત્યાં સુધી બાકીના સાથી આગના સહારે રાત વિતાવે છે. અહીંથી આગળ ગયા તો જોયું કે એક ખેડૂત ફોન પર વાત કરી રહ્યો હતો અને ભાવુક થઈ ગયો હતો. ફોન કાપ્યા પછી તેને વાત કરી તો તેણે જણાવ્યું, ઘરેથી અત્યારસુધી 10 વખત ફોન આવી ચૂક્યા છે.

જ્યારે પણ અહીં કોઈનું મોત થાય છે તો સમાચાર ઘરના લોકોને થાય છે અને તેઓ ચિંતા કરવા લાગે છે. વારંવાર ફોન કરીને પૂછે છે કે ઠીક છું કે નહીં. ઘરના લોકોને મારી ચિંતા થાય છે, કારણ કે મને પહેલાં હાર્ટ-અટેક આવી ચૂક્યો છે, દવા ચાલી રહી છે જે પૂરી થઈ ગઈ છે. અહીં ત્રણ લોકો હાર્ટ-અટેકથી મરી ચૂક્યા છે. એટલા માટે ઘરના લોકો ચિંતા કરે છે. મંચ પરથી લગભગ એક કિમી દૂર એક પેટ્રોલ પમ્પની બહાર ખુલ્લામાં ઠંડા પાણીથી નહાઈ રહ્યા હતા. તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું, ઠંડીને ઠંડી જ મારી શકે અને અમારી અંદર એટલો ગુસ્સો છે કે આ ઠંડું પાણી પણ કંઈ બગાડી નહીં શકે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો