હવે બસ, ટ્રેન કે દુકાનદાર છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ આપે તો અહીં કરો ફરિયાદ, જાણી લો વેબસાઈટ અને ટોલ ફ્રી નંબર અને કરો ફરિયાદ
દેશમાં નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગૂ થયા બાદ હવે છૂટ્ટા પૈસાના બદલે ચોકલેટ આપવાની ફરિયાદ કન્ઝ્યુમર ફોરમમાં પણ કરી શકાય છે. ગ્રાહક તેની ફરિયાદ ભારત સરકારની વેબસાઈટ https://jagograhakjago.gov.in/ અને ટોલ ફ્રી નંબર 1800-11-4000 કે 14404 પર પણ કરી શકે છે.
બસ, ટ્રેન કે દુકાનદાર છુ્ટ્ટા પૈસા નથી આપતા તો કરો ફરિયાદ
છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ આપનારા સામે થશે કાર્યવાહી
મોટાભાગે જોવા મળે છે કે જ્યારે તમે સામાન ખરીદવા જાઓ છો તો દુકાનદાર તમને ખુલ્લા સિક્કાને બદલે ચોકલેટ થમાવી દે છે. જો તમે બસ, ટ્રેન વગેરેમાં મુસાફરી કરો છો અને તમને આવી સમસ્યા થાય છે તો તમે આ વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. આ સાથે અનેક રાજ્યોએ તેમના પરિચાલકોને ચેતવણી આપી છે. યાત્રીઓને પણ કહેવાયું છે કે જો કોઈ પરિચાલક છુટ્ટાને બદલે ચોકલેટ આપે તો ફરિયાદ કરો. દુકાનદાર પણ 2 કે 5 રૂપિયાને બદલે તમને ચોકલેટ આપે છે તો ફરિયાદ કરો. તેમની સાથે ફરી વખતના બિલમાં તેને મેનેજ કરવામાં સપોર્ટ ન કરો.
છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ મળે તો આ રીતે કરો ફરિયાદ
દેશમાં નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગૂ થયા બાદ છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ મળતાં કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી શકાય છે. ગ્રાહક તેની ફરિયાદ ભારત સરકારની વેબસાઈટ https://jagograhakjago.gov.in/ અને ટોલ ફ્રી નંબર 1800-11-4000 કે 14404 પર પણ કરી શકે છે.આ સાથે જ તમે મોબાઈલ નંબર 8130009809 પર SMSની મદદથી પણ ફરિયાદ નોંધાવી શકો છો.
ગ્રાહકને દુકાનદાર નથી આપતા છુટ્ટા પૈસા
ફરી ફરીવખત થતું નથી. જ્યારે ગ્રાહક ફરી પોતાના પૈસા દુકાનદારને યાદ કરાવે છે તો તે કહે છે કે મને યાગ નથી. ચલો તેમ છતાં મેનેજ કરી લઉં છું. આ સમયે ગ્રાહકને દુકાનના અન્ય ગ્રાહકો સામે શરમ અનુભવવી પડે છે. હવે કેન્દ્ર સરકારે આ માટેના નિયમો કડક કર્યા છે. દેશમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગૂ થયા બાદ ગ્રાહક જો દુકાનદારની ફરિયાદ કરે છો તો તેની પર કડક કાર્યવાહી કરાશે.
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પરિચાલકો કરે છે હેરાન
અનેક વાર આ પ્રકારની સમસ્યા બસ, ઓટો કે ટ્રેનમાં જોવા મળે છે. યાત્રીના 2-3 રૂપિયા બચે છે જો સામેવાળા ફરી આપવાની વાત ન કરે તો. બસમાં મુસાફરી કરતી સમયે નિયમ છે કે જો છુટ્ટા રૂપિયા ન હોય તો બાકી રૂપિયા ટિકિટ પાછળ લખી આપવામાં આવે છે. આ દેખાડીને યાત્રી ફરી વખત સ્ટેન્ડ પર ઉતરતા પહેલાં કંડક્ટર પાસેથી રૂપિયા લે છે. અનેક કેસમાં યાત્રીઓને મુશ્કેલી બાદ રૂપિયા મળે છે.
આવું જ ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓ સાથે થાય છે. છુટ્ટા પૈસાને લઈને ફંટ્રી સ્ટાફ સાથે માથાકૂટ થતી રહે છે. ખુલ્લા રૂપિયાના નામે તેમની પાસેથી વધુ રૂપિયા વસૂલાય છે. જેને લઈને રેલવેના નિયમ કડક કરાયા છે. આ માટે રેલવેએ ચા, પાણી કે કોઈ ખાદ્ય સામગ્રીના રેટને તર્ક સંગત કર્યા છે જેથી યાત્રીઓને મુશ્કેલી ન રહે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

