અમદાવાદની હોટલ ધ ગ્રાન્ડ વિનાયકની બિરયાનીમાંથી વંદો નીકળ્યો, ગ્રાહકે સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા

શહેરની કેટલીક રેસ્ટોરન્ટના ભોજન અને ઓનલાઈન મગાવવામાં આવતા ફૂ઼ડ કે નાસ્તામાંથી જીવડાં મળી આવવાની ઘટનાઓ વધી રહી છે. ઓઢવ રિંગ રોડ પર આવેલી હોટલ TGV(ધ ગ્રાન્ડ વિનાયક)માં બિરયાનીમાંથી વંદો મળી આવ્યો છે. આ બાબતે પંકજ મકવાણા નામના ગ્રાહકે સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા હતા.

ફેસબૂક પર કરેલી પોસ્ટમાં પંકજ મકવાણાએ લખ્યું છે કે, કોક્રોચ(જીવડું)ની સાથે વેજ હૈદરાબાદી બિરયાની ખાવી હોય તો આવો હોટલ TGV(ધ ગ્રાન્ડ વિનાયક)માં.ઓઢવ રિંગ સર્કલની પાસે બિરયાની ખાવા ગયા તો ત્યાંકોક્રોચ સાથે બિરયાની પીરસવામાં આવી. આ તમામ હકીકતની અમે હોટલના મેનેજરને જાણ કરતા.તેમનો ઉડાઉ જવાબ.

હોટેલ માલિકનો ગ્રાહક પર બ્લેકમેઇલ કરવાનો આરોપ

તો આ તરફ હોટેલના માલિકે જમવાનું ઓર્ડર કરનાર શખ્સ સામે બ્લેકમેઇલ કરવાની ફરિયાદ નોંધાવી છે. હોટેલ માલિકે ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘અમારી હોટેલમાં સવારે પંકજ મકવાણા અને તેનો પત્રકાર મિત્ર દિનેશ શર્મા આવ્યાં હતા. ત્યારે તેમણે બિરયાની ઓર્ડર કરી હતી. જેમાં તેમણે વંદો હોવાની ફરિયાદ કરી છે, તે લોકો આખો પ્લાનિંગ બનાવીને આવ્યા હતા. તેમણે જમવાનું ઓર્ડર કરી તેમાં બહારથી લાવેલો મરેલો વંદો નાખી હોટેલને બદનામ કરવાની કોશિશ કરી છે.’ આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ‘ગ્રાહકે મારી ઓફિસમાં આવીને મારી પાસે રાહત પેઠે 40થી 50 હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું અને જો ના આપે તો આ વાત વાયરલ કરવાની ધમકી આપી હતી.’ ત્યારે હોટેલ મેનેજમેન્ટે પોતાની ભૂલ ન હોવાને કારણે રૂપિયા આપ્યાં ન હતા અને ગ્રાહક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો