કોકા કોલાની બોટલ જોઇને ગુસ્સે ભરાયેલા ફૂટબોલર રોનાલ્ડોએ બોટલો હટાવીને કહ્યું ‘પાણી પીવો’ અને કોકા કોલાના 30 હજાર કરોડ ધોવાઈ ગયા

બેબાક અને આક્રમક અંદાજ માટે જાણીતા ફૂટબોલર અને સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગુસ્સામાં એક નિર્ણય લીધો અને કોકા કોલા કંપનીને 293 અબજ રૂપિયાનું નુકસાન થઇ ગયું.ઘટના હંગરી સામેની પોર્ટુગલ ટીમના યૂરો 2020ના મેચ પહેલાની છે. સ્ટાર સ્ટ્રાઇકરે પોતાની સામે ટેબલ પર મૂકેલી કોકા કોલાની બે બોટલો હટાવી દીધી અને તેને બનાવનારી કંપની કોકા કોલાને લગભગ 30 હજાર કરોડનો ચૂનો લાગી ગયો.

કોકા કોલાની બોટલ જોઇ લાલ થયો
યૂરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેચ પહેલાની એક પ્રેસ કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંક જોઇને ગુસ્સામાં આવી ગયો. તેણે પોતાની સામે મૂકેલી કોકા કોલાની બે બોટલો જોઇને નાખુશતા વ્યક્ત કરી. રોનાલ્ડોએ ગુસ્સામાં કહ્યું કે, કોલ્ડ ડ્રિંક નહીં આપણે પાણી પીવાની આદત પાળવી જોઇએ. વાસ્તવમાં 36 વર્ષીય રોનાલ્ડો ફિટ રહેવા માટે કોઇપણ રીતના કોલ્ડ અને એયરેટેડ ડ્રિંકથી દૂર રહે છે.

કોકા કોલા 11 દેશો વચ્ચે રમાનારા UEFA યૂરો કપ 2020ના ઓફિશ્યલ સ્પોન્સર છે. કોકા કોલાએ પોતાની બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે દરેક પ્રેસ કોન્ફરન્સમાં કોકની બોટલો ડિસ્પ્લે તરીકે લગાવવાનો નિર્ણય કર્યો હતો. હંગરી સામેની મેચ પહેલા રોનાલ્ડો અને પોર્ટુગલના કોચ ફર્નાંડો સાંતોસ પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચ્યા તો ત્યાં ટેબલ પર કોકા કોલાની 2 બોટલો હતી. પોતાના અનુશાસિત ડાઇટ માટે જાણીતા ફૂટબોલર રોનાલ્ડને કોકા કોલાની બોટલો જોઇ ગુસ્સો આવી ગયો અને તેણે તરત એ બોટલો ત્યાંથી હટાવી દીધી.

આ પણ વાંચજો:- ચોમાસાને લઇને અંબાલાલ પટેલની મોટી આગાહી, જૂન-જુલાઇમાં વરસાદ પડવા અંગે શું કહ્યું? જાણો..

કોકા કોલાના શેરમાં કડાકો
રોનાલ્ડોના આ પગાલાના લીધે કોલા કોલા કંપનીના શેરો પર તેની અસર જોવા મળી અને શેરોની કિંમત પડી ભાંગી. સોમવારે જ્યારે યૂરોપમાં 3 વાગ્યે સ્ટોક માર્કેટ ખુલ્યું તો તે સમયે કોકા કોલાના એક શેરની કિંમત 56.10 અમેરિકન ડૉલર હતી, પણ થોડી જ વારમાં તે ઘટીને 55.22 ડૉલર પહોંચી ગઇ. જેને કારણે કોકા કોલાના બજાર મૂલ્યાંકનમાં 4 બિલિયન ડૉલર એટલે કે 293 અબજ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો