મોદી સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી તમામ કો-ઓપરેટિવ બેંકો RBIના અંડરમાં આવશે, સહકારી બેંકોમાં નહીં ડુબે સામાન્ય લોકોનો એક પણ રૂપિયો
કોરોના મહમારીના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલી મોદી સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા હતાં. અવકાશ વિજ્ઞાન અને બેંકોમાં મોટા પાયે સુધારા કરવા અધ્યાદેશ લાવવામાં આવ્યા હતાં. આ બેઠકમાં સહકારી બેંકોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આજે અંતરિક્ષ વિજ્ઞાન અને બેન્કોને લઈને મોટા સુધારના અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારી બેન્ક (અર્બન કો-ઓપરેટિવ બેન્ક હોય કે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક) રિઝર્વ બેન્કના સુપર વિઝન પાવરમાં આવી જશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતું કે, 1482 શહેરી સહકારી બેન્ક અને 58 બહુ રાજ્ય સહકારી બેન્ક સહિત સરકારી બેન્કોને હવે ભારતીય રિઝર્વ બેન્કના સુપર વિઝન હેઠળ લાવવામાં આવી રહી છે. આરબીઆઈની શક્તિઓ જેમ અનુસૂચિત બેન્કો પર લાગૂ થાય છે, તેમ સહકારી બેન્કો પર પણ લાગૂ થશે.
1,540 cooperative banks to be brought under RBI's supervision: Prakash Javadekar
Read @ANI Story | https://t.co/ne9iHMe9sh pic.twitter.com/ZevJahZzEi
— ANI Digital (@ani_digital) June 24, 2020
જાવડેકરે કહ્યુ હતું કે, આરબીઆઈના સુપરવિઝનમાં 1540 સહકારી બેન્કોને લાવવાના નિર્ણયથી તેના ખાતાધારકોને ફાયદો મળશે. આ બેન્કોમાં 8.6 કરોડથી ગ્રાહકોને આશ્વાશન મળશે કે બેન્કોમાં જમા 4.84 લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રોમાં ખુબ મોટા સુધાર કરવામાં આવ્યા છે. આજ સુધી આપણે અંતરિક્ષમાં સારો વિકાસ કર્યો છે, હવે તે એક રીતે બધાના ઉપયોગ માટે ખોલવામાં આવી રહ્યાં છે. કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે.
પશુધન વિકાસ માટે ફળવાયુ મોટું ફંડ
પીએમ મોદીની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પશુધન વિકાસ માટે 15000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. તેનાથી દૂધનું ઉત્પાદન પણ વધશે અને લાખો લોકોને રોજગાર મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

