વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ગુજરાતમાં બનશે. ભાવનગરમાં રૂ.1900 કરોડના ખર્ચે CNG ટર્મિનલ બનશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર બંદરે સીએનજી ટર્મિનલની સ્થાપના માટે મંજૂરી આપી છે. યુ. કે. સ્થિત ફોરસાઇટ જૂથ અને પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં રૂ. ૧,૯૦૦ કરોડના રોકાણથી આ પ્રોજેક્ટનું નિર્માણ થશે. જીઆઇડીબીના અધ્યક્ષની રૂએ મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે.

વર્ષે ૧૫ લાખ મેટ્રિક ટનની ક્ષમતાવાળા આ સૂચિત સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટ માટે ૨૦૧૯ની વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ તથા લંડનના ફોરસાઇટ જૂથ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. અત્યારે જીએમબી હસ્તકના ભાવનગર પોર્ટ ઉપરથી વર્ષે ૩૦ લાખ મેટ્રિક ટન કાર્ગોનું હેન્ડલિંગ થાય છે.

આ સૂચિત પ્રોજેક્ટના સંદર્ભમાં ભાવનગર પોર્ટની ઉત્તર દિશાએ અત્યારની પોર્ટ સુવિધાઓમાં મોટા ફેરફાર કરવામાં આવશે, જેમાં પોર્ટ બેઝિન માટે ચેનલ, ડ્રેજિંગ, બે લોકગેટ્સ તેમજ કિનારા ઉપર સીએનજીના પરિવહન માટે આંતરમાળખુ જેવી સુવિધાઓ ઊભી થશે.

સૂચિત પ્રોજેક્ટ સ્થાપનારી કંપની દ્વારા ભાવનગર પોર્ટ ખાતે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવિડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ નવું ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન વાર્ષિક ક્ષમતા વધીને ૯૦ લાખ મેટ્રિક ટન થવાની સંભાવના છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, યુ. કે. ની કંપની અને પદ્મનાભ મફતલાલ જૂથના બનેલા કોન્સોર્શિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રૂ. ૧,૩૦૦ કરોડ અને બીજા તબક્કામાં રૂ. ૬૦૦ કરોડનું રોકાણ થશે, જે પૈકી રૂ. ૫૦૦ કરોડનું રોકાણ વિદેશી હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો