54 રૂપિયામાં 80kmની એવરેજ આપશે સ્કૂટર, બસ એકવાર ફિટ કરાવો આ કિટ; એક્ટિવાથી લઇને જ્યૂપિટર સુધી કરે છે કામ

પેટ્રોલની કિંમત આકાશ આંબી રહી છે. તેવામાં એવા વાહનો કે જેની એવરેજ ઓછી છે. તેમાં ફ્યૂઅલ કંજપ્શન પણ વધારે થઇ રહ્યું છે. એટલું જ નહીં સ્કૂટરની એવરેજ પણ લગભગ 45km હોય છે. તેવામાં પેટ્રોલની સતત વધતી કિંમતોની અસર પોકેટ પર પડતી હોય છે. આવી સ્થિતિમાં સ્કૂટરમાં CNG કિટ લગાવીને એવરેજની ચિંતાને ઓછી કરી શકાય છે. આ કિટથી સ્કૂટરની એવરેજ 80km જેટલી થઇ શકે છે.

ઇન્ડિયન ગ્રીન પેનેટ CNG કંપની(મુંબઇ)ના ડિરેક્ટર અમર તોલાનીએ જણાવ્યું કે CNG કિટને સ્કૂટરમાં ફિટ કરાવવાનો ખર્ચ 15થી 23 હજાર રૂપિયા આવે છે. 8 હજાર રૂપિયાના અંતર એ માટે છે કે તમે કઇ કિટ યૂઝ કરવા માગો છે. તમામ કિટ પર કિંપની 1 વર્ષની વોરન્ટી આપે છે. આ કિટ લગાવવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે. કિટ એકવાર ફિટ કરવામાં આવ્યા બાદ તે લાઇફ ટાઇમ માટે હોય છે. 4 હજાર કિ.મી. પછી તેનું મેઇન્ટનન્સ કરાવવાનું હોય છે.

મોંઘા પેટ્રોલની વચ્ચે 1 લિટર પેટ્રોલની કિંમતમાં આપશે 160 કિ.મી.ની એવરેજ

1 રૂપિયામાં 2kmની એવરેજ

એક્ટિવા, જ્યૂપિટર, મેસ્ટ્રોની સાથોસાથ અન્ય બીજા સ્કૂટરમાં પણ આ કિટ સરળતાથી ફિટ કરી શકાય છે. તેને લગાવ્યા બાદ સ્કૂટર 80km સુધીની એવરેજ આપે છે. એટલે કે 54 રૂપિયાની CNGમાં ગાડી 80 કિ.મી. સુધી ચલાવી શકાય છે. આ પ્રમાણે 1 રૂપિયામાં 2kmની દમદાર એવરેજ આપશે. અમદાવાદમાં CNGની કિંમત 54 રૂપિયા પ્રતિ કિલો છે.

– આ કિટમાં 1-1 કિલોના 2 CNG સિલિન્ડર લગાવવામાં આવે છે.

– જેમાં 1.75 કેજી સુધી CNG ભરી શકાય છે.

– ફુલ ગેસ ભરાવ્યા બાદ સ્કૂટર 130kmની એવરેજ આપે છે.

– કિટનું કુલ વજન 10-12 કેજી સુધી હોય છે.

– કિટને સ્ટકૂટરમાં આગળ અને સીટ નીચે ફિટ કરવામાં આવે છે.

– તેમાં એક સ્વિચ લાગેલી હોય છે. જેનાથી તમે સ્કૂટરના CNGમાંથી પેટ્રોલ મોડમાં લાવી શકો છો.

– એટલે કે સ્કૂટરમાં CNG ખતમ થઇ જાય ત્યારે તેને પેટ્રોલ પર ચલાવી શકો છો.

– એક્સપર્ટ અનુસાર CNGથી સ્કૂટર અને પર્યાવરણ બન્ને સેફ રહે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો