સરકારની મહત્વની જાહેરાત: સોમવારથી સમગ્ર રાજ્યમાં એસટી અને સિટી બસ સેવા શરૂ થશે, ટુવ્હીલર પર હવે બે જણાં બેસી શકશે

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ રાજ્ય સરકારે અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેને પગલે તેમણે અનલોક-1ને લઇને મહત્વની જાહેરાત કરી છે. સોમવારથી સમગ્ર રાજ્યમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે એસટી બસ સેવા ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ AMTS બસ સેવા પણ 50 ટકા બેઠક વ્યવસ્થા સાથે ચાલુ કરવામાં આવશે. આ સિવાય રાજ્યમાં સીટી બસ પણ ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવામાં આવશે.આ ઉપરાંત 8મી જૂન બાદ ધાર્મિક સ્થળો, મોલ-મલ્ટીપ્લેકસ અંગે નિર્ણય લેવામાં આવશે.શાળાઓ, કોલેજો જૂનમાં બંધ જ રહેશે. આ અંગે જુલાઈમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. કન્ટેઇન્ટમેન્ટ ઝોનની નવી યાદી આવતીકાલે સાંજે સરકાર નક્કી કરશે. આ ઉપરાંત જે લોકોમાસ્ક નહીં પહેરે તેમને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.સોમવારથી સચિવાલય પણ શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં કઈ-કઈ છૂટછાટ મળશે?

  • અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 60 ટકા બેછક વ્યવસ્થા સાથે ST બસ સેવા શરૂ કરવામાં આવશે
  • બજારોમાં ઓડ-ઇવન પદ્ધતિ બંધ, તમામ દુકાનો ખોલી શકાશે
  • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરી શકાશે
  • મોલ, હોટેલ, રેસ્ટોરાં આગામી એક સપ્તાહમાં ખૂલશે
  • AMTS સહિત સમગ્ર રાજ્યમાં 50 ટકા સિટિંગ સાથે સીટી બસ સેવા ચાલુ કરવામાં આવશે
  • ટુ-વ્હીલર પર બે જણાં બેસીને જઈ શકશે
  • ફોર વ્હીલરમાં 1+2 અને મોટી ફોર વ્હીલરમાં 1+3નો નિયમ યથાવત્ રહેશે
  • કન્ટેઇન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર રાજ્યમાં ફુલ સ્ટાફ સાથે બેન્ક પણ ચાલુ કરવામાં આવશે
  • સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી સંપૂર્ણપણે શરૂ થશે

સરકારે બેઠક યોજી લીધો નિર્ણય

કેન્દ્ર સરકારે લોકડાઉન 5.0 જાહેર કર્યું છે અને 30 જૂન સુધી લંબાવવામાં આવેલા આ લોકડાઉન માટે મોદી સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેને અનલોક 1(UNLOCK 1) નામ આપ્યું છે. તે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોન બહાર સરકારે તબક્કાવાર છૂટછાટ આપી છે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો પણ હાજર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો