સામાન્ય વાતમાં યુવકને થપ્પડ મારવી કલેક્ટરને ભારે પડી, દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં મુખ્યમંત્રીએ તાબડતોડ લીધી એક્શન

કલેક્ટર (Collector) હોય કે સચિવ તમામ મોટાગજાના અધિકારીઓ આખરે તો પ્રજાના સેવક છે. લોકશાહીની ખૂબસૂરતી એ જ છે અહીંયા પ્રજા સર્વોપરી છે. કાયદાની મર્યાદા લાંધી જતા અધિકારીઓ ક્યારેક ક્યારેક પોતાની સત્તાના મદમાં એવું કૃત્ય કરી બેસે છે કે જેનું પરિણામ માઠું આવતું હોય છે. આવું જ એક કૃત્ય છત્તીસગઢના (Chhattisgarh) સૂરજપુરના (Surajpur) કલેક્ટર રણબીર શર્માએ (Collector Ranbir Sharma) કર્યુ. તેમમે લૉકડાઉનમાં (Lockdown) નજીવી વાત પર એક યુવક સાથે રસ્તામાં જીભાજોડી કરી. એટલું જ નહીં તે યુવકનો મોબાઇલ તોડી નાખ્યો અને તેની સાથે લાફાવાળી કરી. આ ઘટનાનો વીડિયો (Viral Video) સમગ્ર દેશમાં વાયરલ થયો. સોશિયલ મીડિયા પર લોકો કલેક્ટર પર ફિટકાર વરસાવાવ લાગ્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બસ આટલી ઘટના એક કલેક્ટરની કરતૂતો પર કાર્યવાહી કરવા માટે પૂરતી હતી. મામલો પહોંચ્યો છત્તીસગઢના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેશ બધેલના દરબારમાં. સીએમ બઘેલે મોકાની નજાકતને જોતા સેહજ પણ વિલંબ કર્યા વગર લોકોના ગુસ્સાને ઠારવાનો નિર્ણય કર્યો. કલેક્ટરને તેની કરતૂતોનું પરિણામ મળ્યું અને કલેક્ટરની તાત્કાલિક અસરથી બદલી થઈ.

કલેક્ટરે જાતે યુવક સાથે મારામારી કરી એટલું પૂરતું ન હોય તેમ તેણે પોતાની સત્તાનો દુરઉપયોગ કરતાં પોતાના અંગરક્ષકો પાસે યુવક પર લાઠીઓ વરસાવડાવી. યૂપીએસસી જેવી માતબર સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને આઈએસ કેડર મેળવનારા રણબીર શર્મા એ ભુલી ગયા હતા કે તેઓ કલેક્ટર હોવા છતાં કાયદાથી ઉપર નથી.

જોકે, આ મામલો તૂલ પકડી જતા રાજકીય દબાણ સર્જાયું. કોઈ પણ પ્રદેશ હોય કોઈ પણ નેતા હોય તે આખરે તો પ્રજાને જ બાધ્ય હોય છે. એમ ભૂપેશ બઘેલની નારાજગી સમજી ગયેલા કલેક્ટરે વીડિયો જાહેર કરી અને માફી માગી. કલેક્ટર શર્માએ કહ્યું, ‘એક વર્ષથી હું અને અમારું પ્રશાસન કોવિડ સામે લડી રહ્યા છીએ. હું પણ પોઝિટિવિ હતો, મારા માતાપિતા પણ કોવિડની ઝપટમાં આવી ગયા હતા. મારો ઈરાદો એ તકે કોઈનું અપમાન કરવાનો કે એને શારીરિક હાનિ પહોંચાડવાનો નહોતો. પણ જે થઈ ગયું તે આવેશમાં થયું, હું દિલગીર છું. ઘટના માટે માફી માંગુ છું.’

મામલો શું હતો?

છત્તીસગઢના સૂરજપુરમાં એક યુવક લૉક઼ાઉનમાં દવા લેવા નીકળ્યો હતો. આ યુવક સાથે કલેક્ટર ભીડાઈ ગયા. યુવક કલેક્ટરને કાગળ દેખાડો રહ્યો પરંતુ કલેક્ટર જાણ કે સત્તાના નશામાં ચૂર હોય તેમ યુવકની એક ન સાંભળી. ગરીબ યુવકનો મોબાઇલ જમીન પર ફેંક્યો.

એટલું ઓછું હોય એમ તેને લાફાવાળી કરી. અહીંયા જ શર્માજી અટક્યા નહીં પોલીસ અને અંગરક્ષકો પાસે પણ લાઠી વરસાવી. જનરલ ડાયરની પ્રતિતી કરાવતા આ અધિકારી આ ઘટનાના અનુભવ પછી સમજે તો સારું બાકી પ્રજાના ભોગે તો આવા દંબંગ બાબુઓનો રોષ જ સહન કરવાનો લખ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો