ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર અનેક સમસ્યાઓ માટે છે લાભદાયી, તેના ફાયદા જાણો અને શેર કરો

અંજીરની જેમ દેખાતુ ગૂલર વિશે તમે ઘણુ સાંભળ્યું અને વાંચ્યું હશે. શું તમે ગૂલરના ફાયદા વિશે જાણો છો? ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ માટે લાભદાયી છે. 1mg અનુસાર ગૂલરનું માત્ર ફળ જ નહીં પરંતુ પરંતુ તેની છાલ અને દૂધ પણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. અહીંયા ગૂલરના ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી છે.

પેટના દુખાવામાં
પેટમાં દુખાવો થવા પર ગૂલરના ફળનું સેવન કરી શકાય છે. ગૂલરનું ફળ ખાવાથી પેટનો દુખાવો અને ગેસની સમસ્યાથી રાહત મળે છે.

ડાયાબિટીસ
ગૂલરના ફળની છાલ સૂકવીને અને તેનો પાઉડર બનાવી લો. આ પાઉડરમાં મિશરી ઉમેરીને ગાયના દૂધ સાથે તેનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે. સવાર-સાંજ 6-6 ગ્રામ પાઉડરનું સેવન કરો.

ઘા ને દૂર કરે છે
ઘાને ઠીક કરવા માટે ગૂલરના દૂધનો ઉપયોગ કરો. રૂને ગૂલરના દૂધમાં બોળીને ઘા પર લગાવવાથી ઘાથી રાહત મળે છે.

નસકોરી ફૂટવા પર
નસકોરી ફૂટવા પર નાકમાંથી લોહી પડે તે સમયે ગૂલરની છાલથી રાહત મળે છે. 20-30 ગ્રામ ગૂલરની છાલને પાણીમાં પીસીને તાળવા પર લગાવવાથી નાકમાંથી લોહી પડવાનું બંધ થાય છે.

નબળાઈ દૂર થાય છે
જો તમને શરીરમાં નબળાઈ લાગે તો તે માટે તમે ગૂલરના ફળનો ઉપયોગ કરી શકો છો. ગૂલરના સૂકા ફળને પીસીને પાઉડર બનાવી લો અને 10 ગ્રામ પાઉડરનું સેવન કરો.

બ્લીડંગ થવા પર
શરીરના કોઈપણ અંગમાંથી લોહી નીકળે અથવા માસિકધર્મ દરમિયાન બ્લીડિંગ થવા પર ગૂલરનો ઉપયોગ કરવામાં આવે છે. ગૂલરના બે-ત્રણ પાકી ગયેલ ફળનું ખાંડ સાથે સેવન કરવું જોઈએ.

લ્યૂકોરિયાની સમસ્યામાં
મહિલાઓની લ્યૂકોરિયા સમસ્યા દૂર કરવા માટે ગૂલરના રસનો ઉપયોગ કરી શકો છો. તે માટે ગૂલરના પાંચ ગ્રામ રસનું મિશરી સાથે મિશ્રણ કરીને તેનું સેવન કરો.

ડાયેરિયા થવા પર
ગૂલરના દૂધના 4-5 ટીપાં પતાશા પર નાખીને દિવસમાં ત્રણ વાર ખાવાથી ડાયેરિયાની સમસ્યાથી રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો