ક્લબ ફેક્ટરીમાંથી ખરીદી કરનારા માટે સામે આવ્યા મોટા સમાચાર, તમને નકલી પધરાવવામાં આવી રહ્યું છે! તમે પણ ખરીદી કરતા હોય તો ચેતજો.

હાલમાં ઈ કોમર્સ કંપનીઓનો જમાનો આવ્યો છે. લોકો પણ તેમાંથી ખરીદી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તેમાંની જ એક કપંની એટલે કે ક્લબ ફેક્ટરી. ઓફર્સ માટે આ કંપનીનું નામ ઘણા સમયથી ચર્ચામાં છે પરંતુ તેને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કંપનીના ડિરેક્ટર્સ અને સીએફઓ વિરૂદ્ધ પ્રસિદ્ધ બ્રાન્ડનો નકલી સામાન વેચવા બદલ આઇપીસીની કલમ 420 અને 406 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીની આ ફરિયાદને પગલે કંપની સામે કલમ 506 અંતર્ગત પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ફરિયાદ લખનઉનાં રહેવાસી આલોક કક્કડે વઝીરાબાદ ખાતે દાખલ કરી છે. તેનું કહેવું છે કે, ક્લબ ફેક્ટરીએ લોકપ્રિય બ્રાન્ડ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત આપીને લોકોને નકલી માલ સામાન પધરાવી દીધો છે. આ શખ્સે ક્લબ ફેક્ટરીમાંથી ટાઇટનની ઘડિયાળ ખરીદી હતી જેના પર 86 ટકા ડિસ્કાઉન્ટ હતું. આ સિવાય રે બનના બે સનગ્લાસ ઓર્ડર કર્યા હતા જેના પર 90 ટકા ડિસ્કાઉન્ટ હતું. તેમને 25 નવેમ્બરે ઓર્ડર મળ્યો અને ઓર્ડર ખોલતા જ તેમને જાણ થઈ હતી કે બંને વસ્તું નકલી છે.

આવી ઘટના બનવાના કારણે આલોકે કંપનીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો. છતાં કોઈ સ્પષ્ટ જાણકારી મળી નહીં. ત્યારબાદ કંપનીએ ઇનવોઇસની એક કોપી માટે મેઇલ કર્યો. પરંતુ ઇનવોઇસની કોપી આપવામાં આવી નહીં. આલોકે જણાવ્યું છે કે ક્લબ ફેક્ટરીના ટોલ ફ્રી નંબર પર બીજીવાર વાત કરી ત્યારે પ્રતિનિધિઓએ સમસ્યાનો ઉકેલ આપવાના બદલે ધમકી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો