કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે આભ ફાટયું, ભયંકર વિડીયો આવ્યો સામે, સદનસીબે કોઈ હાજર ના હોવાથી મોટી દુર્ઘટના ટળી

જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદના પગલે અમરનાથ ગુફા પાસે અચાનક આભ ફાટતા સિંધુ નદીના જળસ્તરમાં વધારો થયો છે. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જો કે, પહેલેથી જ એસડીઆરએફની બે ટીમ ત્યાં હાજર છે. અમરનાથ યાત્રા આ વર્ષે સ્થગિત છે અને જે જગ્યાએ આ દુર્ઘટના સર્જાઈ ત્યાં સદનસીબે કોઈ હાજર નહોતુ. આ પહેલાં કિશ્તવાડ જીલ્લામાં આભ ફાટતા સાત લોકોનાં મોત થયા છે. જ્યારે 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેના કારણે એક સાથે અનેક મકાનો, ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. ઘટનાના પગલે જમ્મુ-કાશ્મીર તંત્ર અલર્ટ બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલના વિવિધ ક્ષેત્રોમાં આભ ફાટવાના બે બનાવો સામે આવ્યા છે. જેમાં લગભગ 12 મકાનો અને ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પિતીમાં પૂર આવતા સાત લોકોનાં મોત થયા છે. જ્યારે બે લોકોને ભારે ઈજા પહોંચી છે અને ત્રણ લોકો હજુ પણ ગુમ છે. જ્યારે ચંબામાં બે લોકોનાં મોત થયા છે. કુલ્લુ જીલ્લામાં એક મહિલા અને તેનો દિકરો પૂરના પાણીમાં તણાયા છે. સાથે જ એક જ જળવાયુ પરિયોજનાના અધિકારી અને દિલ્હીના એક પ્રવાસી સહિત ચાર લોકોનાં મોત થવાની આશંકા છે. કિશ્તવાડમાં નાળાના કિનારે આવેલા 19 મકાનો, 21 ગૌશાળા અને રાશન ડિપો સહિત એક પુલ પણ ક્ષતિગ્રસ્ત થયો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આભ ફાટવાથી કિશ્તવાડમાંથી સાત મૃતદેહ મળી આવ્યાં છે. જ્યારે અન્ય 17 લોકોને બચાવવા પ્રયાસ ચાલુ છે. તેઓએ કહ્યું કે, ગુમ થયેલા 14 લોકોની શોધખોળનો પ્રયાસ ચાલુ છે. બચાવવામાં આવેલા પાંચ લોકોની સ્થિતિ ગંભીર છે. લાહોલમાં આભ ફાટવાથી આવેલા અચાનક પૂરના કારણે શ્રમિકોનાં તંબુ અને એક ખાનગી જેસીબી મશીન તણાઈ ગયું. તો તોજીંગ નાળામાં આવેલા પૂરના કારણે 12 શ્રમિકો તણાંયા છે. જેમાંથી 7 લોકોનાં મૃતદેહ મળી આવ્યાં છે. જેમાંથી બે લોકોને બચાવી લેવાયા છે અને હજુ પણ ત્રણ લોકો ગુમ છે.

આ દરમિયાન હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. જ્યારે જમ્મુના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. જુલાના અંત સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જેના પગલે શિમલા હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે, 30 જુલાઈ સુધી આખા જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક રીતે વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો