લોકડાઉનના કારણે પરિસ્થિતિ વણસતા માતાની દવા અને સ્કૂલ ફી માટે કોરોના મૃતકોના શવ ઉઠાવે છે આ વિદ્યાર્થી
કોરોના લોકડાઉન પહેલા 12માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ચાંદ મોહમ્મદની જિંદગીમાં બધુ જ સારું ચાલી રહ્યું હતું અને તે ડૉક્ટર બનવા માંગતો હતો. લોકડાઉનમાં મોટાભાઈની નોકરી છૂટ્યા બાદ હવે પરિસ્થિતિ એવી છે કે માતાની દવા અને ભાઈ-બહેનની શાળાની ફી ભરવા માટે LNJP હોસ્પિટલમાં કોરોનાના કારણે મરનારા લોકોના શવ ઉઠાવી રહ્યો છે. તેની માતાને થાઈરૉઈડ નામની બીમારી છે, પરંતુ પરિવાર પાસે સારવારના પૈસા નથી. સીલમપુરનો રહેવાસી ચાંદ મોહમ્મદ (ઉંમર વર્ષ 20)નો મોટો ભાઈ પહેલા કૃષ્ણા નગર બજારમાં કોઈ દુકાને કામ કરતો હતો, તો પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું. તેની નોકરી છૂટ્યા બાદ પરિવારનું ગુજરાન પાડોશીઓથી મળેલા રાશન અને નાના-મોટા કામ ધંધાથી ચાલી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં તેણે એક અઠવાડિયા પહેલા એક કંપનીમાં નોકરી ચાલુ કરી અને તેને LNJP હોસ્પિટલમાં સફાઈ માટે કામે લગાડવામાં આવ્યો. હવે તે બપોરે 12 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી કોરોનાથી મરનારા લોકોના શવ ઉઠાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તેણે જણાવ્યું હતું કે, ‘કોઈ કામ ન મળ્યું તો આ કામ કર્યું. આ કામમાં કોરોના સંક્રમણ થવાનું જોખમ ખૂબ જ છે, પરંતુ તેને નોકરીની જરૂરત હતી. પરિવારમાં ત્રણ બહેન, બે ભાઈ અને માતા-પિતા છે. આ સમયે અમને ભોજન અને માતાની દવા જોઈએ છે. લોકડાઉનમાં ઘણા એવા દિવસો પણ રહ્યા, જ્યારે ઘરમાં માત્ર એક સમય રસોઈ બનતી હતી. અમે કદાચ સંક્રમણથી બચી જઈશું પરંતુ ભૂખથી નહીં બચી શકીએ. તે નાની લોન માટે ઘણાં લોકોને મળ્યો, પરંતુ કોઈએ મદદ ના કરી. ચાંદએ જણાવ્યું કે, તેની ત્રણ બહેનો શાળામાં છે. તે પોતે પણ 12માં ધોરણમાં છે અને શાળાની ફી નથી આપી શક્યો. ભણવા માટે પૈસા જોઈએ. તેને આશા છે કે, તેનું પહેલું વેતન મળ્યા બાદ પરિસ્થતિમાં થોડો સુધાર આવશે.
તે કહે છે કે, કામ પર જતા પહેલા તે નમાઝ પઢે છે અને તેને ખુદા પર ભરોસો છે. તે તેની રક્ષા કરશે અને રસ્તો બતાવશે. તેને માત્ર ચિંતા એ વાતની છે કે, એવું જોખમી કામ કરનારા માટે કોઈ વીમા પોલિસી નથી. આ ખતરનાક કામ માટે તેને 17 હજાર રૂપિયા મળશે. તે રોજ બીજા સફાઈકર્મીઓ સાથે બે-ત્રણ શવ ઉઠાવે છે. એ શવને એમ્બ્યુલેન્સમાં રાખે છે અને સ્મશાને લઈને જાય છે. તે એક સ્ટ્રેચર પર રાખીને સ્મશાનમાં પહોંચાડે છે. આ બધું તેણે PPE કિટ પહેરીને કરવાનું હોય છે જેનાથી ચાલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. PPE કિટ પહેરીને તે પરસેવાથી નાહી લે છે. મંગળવારે સાંજે એક શવ તેણે એકલાએ જ ઉઠાવ્યું. તેને કોઈ મદદ ન મળી તો તેને તેમાં ઘણો સમય લાગી ગયો અને તેના શ્વાસ ફૂલી ગયા. આ શવ લગભગ એક મહિનાનું જૂનું હતું અને તેને કોઈ લેવા નહોતું આવ્યું. હવે ચાંદના પરિવારને તેની સુરક્ષાની ચિંતા છે. પરિવારજનો રોજ તેના કામની બાબતે પૂછે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

