ગુજરાતમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના આવી સામે

ગાંધીનગરમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના સામે આવી છે. જૂના સચિવાલયમાં ફરજ બજાવતા એક કલાસ વન અધિકારીએ દારૂની બોટલ બતાવી મહિલા કર્મીને પાર્ટી માટે આમંત્રણ આપ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાદમાં પોલીસે કલાસ વન અધિકારીને મુક્ત કરતા મહિલાકર્મીને આરોપીએ ધમકી આપી માર માર્યો. જે અંગે વધુ એક ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપી અધિકારીની ધરપકડ કરી છે.

કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં ગુજરાત સરકાર દારૂબંધી છે તેવા બણગાં ફૂંકવાનો ચાન્સ છોડતી નથી. પણ સચિવાલયમાં જ એવી ઘટના બની કે સરકારે નીચું જોવાનો વારો આવ્યો છે. ઘાટલોડિયાની શાયોના સિટીમાં રહેતા એક મહિલા ગાંધીનગરમાં જુના સચિવાલયમાં બ્લોક નંબર 17માં નિયામક હિસાબ અને તિજોરી તરીકે કલાસ વન અધિકારી તરીકે ફરજ બજાવે છે. શનિવારે મહિલા અધિકારી ઘરે હતા ત્યારે હિસાબી સવર્ગના ઉમેશ ભાઈ ઓઝા ઘરે આવ્યા હતા. ઉમેશભાઈ ઓઝાએ મહિલા અધિકારીના માતાને ધમકી આપી કે તમારી દીકરીએ સેકટર 7 પોલીસસ્ટેશનમાં દારૂનો કેસ કર્યો હતો ને જુઓ હું છૂટીને આવી ગયો છું. તમારી છોકરીએ મારું શું બગાડી લીધું. જુઓ હવે હું એને હેરાન કરી દઈશ, કેમની નોકરી કરે છે એ જોજો હવે. આટલું કહીને જ મહિલા અધિકારીને ઉમેશ ઓઝાએ લાફો મારી ધક્કો માર્યો હતો ને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે અંગે ફરિયાદી મહિલાએ વધુ એક ગુનો નોંધાવતા સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો આ તમામ બનાવની વાત કરીએ તો શુક્રવારે મહિલાકર્મી ઓફિસે હતા ત્યારે ઉમેશ ઓઝા આવ્યો હતો. એ પણ દારૂની બે બોટલ લઈને. બાદમાં ક્લાસ વન અધિકારી ભાન ભુલ્યો અને મહિલાને દારૂની પાર્ટીમાં આવવા આમંત્રણ આપ્યું. મહીલાએ ઇન્કાર કરતા સીધો સેકટર 7 પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. સેકટર 7 પોલીસે આરોપી ઉમેશ ઓઝાની ધરપકડ કરી પણ તેને ગણતરીના કલાકોમાં જામીન મુક્ત કર્યો કેમકે આરોપી હતો કલાસ વન અધિકારી. પરંતુ ભાન ભુલેલા અધિકારીની શાન તો પણ ભાનમાં ન આવતા તે સીધો ફરિયાદીના ઘરે ગયો અને ધમકી આપી હતી જેથી ફરિ વખત તેની ધરપકડ થઈ અને 24 કલાક પોલીસ લોકઅપમાં રહેવાનો સમય આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close