ભગવાનની આરતી કરતી વખતે તાળી વગાડવાથી થાય છે આટલા બધા ફાયદા, વિજ્ઞાન પણ માને છે ફાયદા

જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં જઈએ તો આરતીના સમયે તાળી જરૂર વગાડીએ છીએ. ઘરોમાંપણ પૂજા કથા અને આરતીના સમયે તાળી વગાડવામાં આવે છે .એ સિવાય બીજા અનેક પ્રસંગે તાળી વગાડીને સેલિબ્રેશન કરવામાં આવે છે. ધાર્મિક અવસરોએ તાળી વગાડવાની એક પરંપરા છે. આ પરંપરાને માત્ર ધાર્મિક કારણ જ નહીં વૈજ્ઞાનિક ફાયદા પણ જોડાયેલાં છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શ્માના બતાવ્યા પ્રમાણે આપણા ઋષિ-મુનિઓ તાળી વગાડવાના ફાયદા જાણતા હતા, એટલા માટેતેમને આ ને ધર્મ સાથે જોડી. તાળી વગાડવાના શું ફાયદા થાય છે જાણો-

તાળી વગાડવાથી થાય છે આટલા બધા ફાયદા-
-એક્યુપ્રેશન સિદ્ધાંત પ્રમાણે આપણા હથેળીમાં આખાશરીરના દબાણ બિંદુ હોય છે. જેને દબાવવાથી જે-તે અંગો સુધી લોહી અને ઓકક્સિજનનો પ્રવાહ પહોંચવા લાગે છે, જેનાથી તેને લગતી બીમારી નથી થતી.

-હથેળીમાં આવેલ આ બધા દબાણ બિંદુઓના દબાવાની સૌથી સરળ અને અસરકારક રીત છે તાળી વગાડવી. જ્યારે આપણે તાળી વગાડીએ છીએ તો હથેળી બધા દબાણ બિંદુઓ દબે છે અને સંબંધિત અંગો સુધી લોહી અને ઓક્સિજન આસાનીથી પહોંચી જાય છે.

-તાળીમાં ડાબા હાથની હથેળી પર જમણા હાથની ચારેય આંગળીઓને એકીસાથે તેજ દબાણની સાથે આ પ્રકારે મારવામાં આવે છે કે દબાણ પૂરું થાય અને અવાજ સારી આવે.

-આ પ્રકારે તાળી વગાડવાથી ફેફસા, લીવર, પિત્તાશય, કિડની, નાના આંતરડા અને મોટી આંતરડું તથા જમણા હાથની આંગળીઓને દબાવવાથી સાયનસના દબાણ બિંદુ દબાય છે.

-તેનાથી આ અંગો સુધી લોહીનો પ્રવાહ તીવ્ર થવા લાગે છે. આ પ્રકારે તાળીને ત્યાં સુધી વગાડવી જોઈએ જ્યાં સુધી હથેળી લાલ ન થઈ જાય.

-તાળી વગાડવાથી કબજિયાત, એસિડિટી, મૂત્ર, સંક્રમણ, લોહીની ખોટ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા રોગોમાં પણ લાભ પહોંચે છે.

-એક્યુપ્રેશર ચિકિત્સકોના બતાવ્યા પ્રમાણે, તાળી વગાડવાથી ડિપ્રેશન, અનિદ્રા, સ્લિપ ડિસ્ક, સ્પોગોલાઈટિસ અને આંખોની નબળાઈ જેવી સમસ્યાઓમાં ઘણો લાભ પહોંચે છે.

-આ પ્રકારે નિયમિત રીતે તાળી વગાડીને અનેક રોગો દૂર કરી શકાય છે તથા હેલ્થ પ્રોબ્લેમને દૂર કરી શકાય છે…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો