સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કોરોના વૉરિયર નર્સના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય અપાઈ

સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)માં ફરજ બજાવતા મહિલા હેડ નર્સનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. જે બાદમાં મૃતકના પરિવારજનોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (Gujarat BJP Chief C R Patil)ના પ્રયાસથી માત્ર 10 દિવસમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આજ રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે આ ચેક સહાય પેટે આપવામાં આવ્યો હતો.

સુરત નવી સિવિલ હૉસ્પિટલમાં વર્ષોથી મહિલા નર્સ હેડ તરીકેની ફરજ બજાવતા રશ્મિતાબેન પટેલનું ગત જુલાઈ માસની 15મી તારીખના રોજ કોરોનાની લાંબી સારવાર બાદ નિધન થયું હતું. પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ બનતા રશ્મિતાબેનના નિધનને લઈને પરિવાર પર મોટું આભ તૂટી પડ્યું હતું. સુરત નવી સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની વર્તમાન સ્થિતિમાં પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર રશ્મિતાબેને પોતાની નિષ્ઠા પૂર્વકની ફરજ નિભાવી હતી.

ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના વૉરિયર તરીકે ફરજ બજાવતા આવા સ્ટાફને સરકાર તરફથી વીમા યોજના હેઠળ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે મૃતક રશ્મિતાબેનના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 50 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત નર્સિંગ સ્ટાફ એસોસિએશન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષના પ્રયાસથી માત્ર દસ જ દિવસમાં આ સહાય પરિવારને ચૂકવી દેવામાં આવી છે. આજ રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાના નિવાસસ્થાને મૃતક રશ્મિતાબેનના પરિવારને 50 લાખનો ચેક અર્પણ કર્યો હતો. પરિવારે મીડિયા સાથેની સાથેની વાતચીતમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બે દિવસથી તાવ આવ્યા બાદ રશ્મિતાબેન પટેલનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રશ્મિતાબેન સુરત સહિત રાજ્યભરના નર્સિંગ સ્ટાફ માટે પથદર્શક હતા. રશ્મિતાબેન પટેલને શરદી, ખાસી, તાવ અને શરીરના દુઃખાવાને લઈ સિવિલમાં દાખલ કરાયા હતા. દરમિયાન તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ છેલ્લા 12 દિવસથી સિવિલ MICUમાં દાખલ રહ્યા હતા. રશ્મિતાબેનના નિધનથી સુરતના નર્સિંગ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શ્મિતાબેનના પરિવારના લોકોને સરકાર તરફથી 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો