સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવ્યો, બાળકના મગજનો અમુક ભાગ નાકમાંથી બહાર આવી ગયો, સિવિલના ડોક્ટરોએ સર્જરી કરી નવજીવન આપ્યું

સિવિલ હોસ્પિટલમાં અનેક અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કેસો તો એવા હોય છે જે જોઇ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી જાય છે. જોકે કેટલી પણ હાર્ડ સર્જરી હોય અહીંના ડોક્ટરો સફળતા મેળવે છે. ત્યારે અમદાવાદ સિવિલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં રાજસ્થાનના એક બાળકને હજારોમાં એકને થતી હોય તેવી બીમારી થઇ હતી. બાળકના મગજ અને નાક વચ્ચે હાડકું ન હોવાથી તેના મગજનો અમુક ભાગ નાક દ્વારા બહાર આવી ગયો હતો. બાળકની સિવિલમાં સફળતાપૂર્વક સર્જરી થઇ છે.

મગજનો કેટલોક ભાગ નાકમાંથી બહાર આવી ગયો હતો

ઘણી પ્રાથનાઓ બાદ પરિવારમાં એક દિકરાનો જન્મ થયો હતો. જોકે જન્મ થયાને થોડા દિવસ બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. બાળકના નાકમાં એક ગાંઠ બહાર આવી ગઇ હતી. પરિવાર બાળકને લઇને ઘણી સ્થાનિકો હોસ્પિટલોમાં ફર્યા પરંતુ કોઇપણ જગ્યાએ યોગ્ય સારવાર ન મળી. અંતે તેને અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યો હતો. અહીં ENT વિભાગના ડોક્ટરોએ બાળકની તપાસ કરતા જાણવા મળ્યું કે, તેના મગજનો કેટલોક ભાગ નાકમાંથી બહાર આવી ગયો છે. ત્યાર બાદ ડોક્ટર્સની ટીમે બાળકની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું.

બાળકની ઉંમર નાની હોવાથી ડોક્ટર માટે સર્જરી કરવી મુશ્કેલ હતી

બાળકના નાકમાં દૂરબીન નાખીને ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી. બાળકની ઉંમર નાની હોવાથી તેના નાકનું કાણું પણ નાનુ હતું. જેથી આ ઓપરેશન કરવું ડોક્ટરો માટે પડકારરૂપ હતી. ડોક્ટરર્સની ટીમે બાળકના નાકના ભાગની કેટલીક ચામડી લઇ મગજ અને નાક વચ્ચેના હોલને પુરી દીધું હતું. સામાન્યરીતે આ પ્રકારના ઓપરેશનમાં બલ્ડની જરૂર પડે છે જોકે, નવાઇની વાત છે કે, આ સર્જરી ટોટલી બ્લડલેસ કરવામાં આવી છે. હાલમાં બાળક એકદમ સ્વસ્થ છે. પરિવારે સિવિલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો