કોરોના સામેની જંગમાં સરપંચોની સૂઝબૂઝ અને ગામડાંના લોકોની જાગૃતતા શહેરીજનો એ પણ અપનાવવાની જરૂર છે

રાજ્યમાં અમદાવાદ સહિત સુરત બરોડા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં કોરોનાનો કહેર છે. ત્યારે આ શહેરના સત્તાધીશો કરતા ગામડાના સરપંચોની સૂઝબૂઝની સાથે લોક ડાઉનના કડક અમલના લીધે ગુજરાતના 90% થી વધુ ગામડા કોરોનાથી સલામત રહ્યા છે. ગામડાના લોકો અને સરપંચની કામગીરીને ખુદ વડાપ્રધાને પણ વખાણી હતી ત્યારે, શહેરીજનો અને સત્તાધીશોએ ગામડા પાસેથી શીખવું પડે તેમ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

લોકોને પોલીસ કરતાં સરપંચ પર વધુ વિશ્વાસ

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારના નિયમો અને પોલીસના પેટ્રોલિંગ કરતાં ગામડાના લોકોને તેમના સરપંચ પર વધુ વિશ્વાસ છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં કોરોના પોઝિટીવના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થતો હોવાથી શહેરની આસપાસ આવેલા ગામડાઓએ પ્રવેશદ્વાર પર જાતે તાળાં મારી દીધાં છે.

ગામડાઓએ શહેરોની ચીજવસ્તુ ખરીદી બંધ કરી દીધી

કેટલાક ગામોના લોકોએ શહેરોમાંથી કોઇપણ ચીજવસ્તુ ખરીદવાનું બંધ કર્યુ છે. ગામડામાં જે ચીજવસ્તુ મળે તેનાથી ચલાવી લેતાં શીખી રહ્યાં છે. શહેરના લોકોનો ચેપ પોતાના ગામડામાં ફેલાય નહીં તે હેતુથી ગામના સરપંચ કેટલાક આદેશ કરી રહ્યાં છે. ગામડામાં બહારના લોકોને નો–એન્ટ્રીના બોર્ડ તો લાગ્યા છે પરંતુ તેની સાથે સાથે કોઇને પણ ગામમાં અગત્યના કામ માટે જવું હોય તો પહેલાં સરપંચનો સંપર્ક કરવો પડે છે. સરપંચ મંજૂરી આપે તે પછી બહારનો વ્યકિત ગામડામાં ઘૂસી શકે છે.

લોકડાઉનનો કડક અમલ ગામડાઓમાં

અમદાવાદ જિલ્લાના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં ચોકી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લો બે ભાગમાં વહેંચાઇ ગયો છે. શહેરીજનો ગામડામાં જઇ શકતા નથી અને ગામડાનો કોઇ વ્યકિત શહેરમાં આવી શકતો નથી. હકીકતમાં સરકારના લોકડાઉનનો કડકઅમલ કેટલાક ગામડાં કરી રહ્યાં છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુએ કહ્યું હતું કે, ગામડાઓમાં સ્વયંભૂ પ્રતિબંધના આદેશ બહાર પાડવામાં આવ્યા છે.

બંદોબસ્તમાં ગ્રામજનો પોલીસની મદદે

ગામડાના પ્રત્યેક ચેકપોઇન્ટ પર પોલીસની સાથે ગામના લોકોની ૨૪ ટીમો હોય છે. સ્ક્રીનીંગ સાથે લોકોને પરવાનગી આપવામા આવે છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક ૪૬૪ જેટલા ગામડાં માઇક્રો કન્ટેન્ટ ઝોન બની ગયા છે. દરેક ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખુદ ગ્રામજનો પોલીસને મદદ કરી રહ્યાં છે.

ગામડાઓમાં સરપંચની સૂચના સાથેના બોર્ડ મૂકાયા

ગામમાં પ્રવેશ કરવો હોય તો સરપંચ, તલાટી, શિક્ષણ, આરોગ્ય કાર્યકરો અને સમાજ કલ્યાણ આગેવાનની સમિતિ નિર્ણય કરે છે. બઘાંની સર્વસંમત્તિ હોય તો સ્ક્રિનિંગ કરીને પ્રવેશ આપવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા એક સાહમાં આ સમિતિઓ દ્વારા જિલ્લાના ગામડાઓમાં ૩૦૬૭ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો યારે ૧૮૦૦૦ લોકોને ગામડામાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.

જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જિલ્લાના આ ગામોમાં ૩.૭૯ લાખ લોકોનું સર્વેક્ષણ કયુ હતું જેમાં ૧૯૨૫ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આટલા લોકોમાંથી જિલ્લા આરોગ્ય અધિકારીઓએ ૩૯૦ લોકો એવાં શોધી કાઢા હતા કે જેમને કોરોના પોઝિટીવ કેસ હોય તેવી શંકાના આધારે તેમના રિપોર્ટ કરાવ્યા હતા. કેટલાક ગામોમાં સરપંચની સૂચના સાથેના બોર્ડ મૂકવામાં આવ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો