મોડાસા યુવતી હત્યા કેસમાં CID ક્રાઈમના DIGએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પીએમ રિપોર્ટમાં કંપારી છોડાવે તેવા ઉલ્લેખ.. જાણો વિગતે

મોડાસાના અમરાપુરની 19 વર્ષિય યુવતીના મોત પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઈમ ચલાવી રહી છે. સીઆઈડીની ટીમે મંગળવારે ત્રણ આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તપાસ આરંભી છે ત્યારે સીઆઈડી ક્રાઈમના ડીઆજીપી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, મૃતક યુવતીના પીએમ રીપોર્ટ આધારે તેના શરીર ઉપર કેટલાક ઈજાઓના નિશાન હતા. ગાલ ઉપર અને હાથ ઉપર ઉજરડાના નિશાન મળી આવ્યા હતા. જયારે શરીર પર કેટલીક જગ્યાએ નખ વાગેલાના પણ નિશાન હતા.

19 વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. જેમાં ઘટસ્ફોટ થયો છે કે તેની સાથે વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેના ગળામાં ઈજાના નિશાનથી એવું લાગે છે કે તેને જબરજસ્તી ફાંસીએ લટકાવી દઈને મારી હતી. એ પહેલા તેને જમીન પર ઢસડી હતી અને પછી વડ પર લટકાવી દીધી હતી.

પીએમ રિપોર્ટમાં કંપારી છોડાવે તેવા ઉલ્લેખ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ કોલેજિયન ગર્લની સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. તેના મળાશયનો એક ભાગ બહાર નીકળી ગયો હતો. તેમજ તેના ડાબા સ્તન પર ઈજાના નિશાનો હતો અને સ્તનના ઉપરના ભાગે જોવા મળ્યા હતા. ઉપરાંત તેના ડાબા ખભા પર ઈજાઓના નિશાન હતા તથા ડાબા અંગૂઠા પર ઈજા થઈ હતી. ગળાના ભાગે નિશાન હોવાથી એવું સાબિત થાય છે કે તેને જબરજસ્તી ફાંસીએ લટકાવી દેવાઈ હતી. યુવતીને મારતા પહેલા તેને ઢસડવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફુટેજ જોતાં યુવતી સાથે ઝઘડો થયેલાનું પણ જણાઈ આવ્યું છે. કેટલીક મહત્વની કડીઓ તપાસમાં ખુલી છે અને હજું ઝીણવટ ભરી તપાસ ચાલુ છે. આ મામલે એક આરોપી હજૂ પણ ફરાર છે તેને ઝડપી લેવા પણ સીઆઈડી ક્રાઈમની ટીમ કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમે સંભાળતાં કેટલાક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યભરમાં ચકચાર મચાવનાર યુવતીના મોત પ્રકરણનો ભેદ ઉકેલાશે તેવું મનાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો