સુરત 117 કરોડની લોન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જગદીશ બોદરાને CID ક્રાઇમે દબોચ્યો

ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમે 117 કરોડની લોન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જગદીશ બોદરાને સીમાડા નાકા પાસે વેસ્ટન પ્લાઝા પાસેથી દબોચી લીધો હતો.

સીઆઈડી ક્રાઈમના હાથે પકડાયેલા આરોપી જગદીશ કરમશી બોદરા (રહે,રીવર રેસીડન્સી, પૂજા અભિષેકની પાછળ, અઠવાલાઇન્સ, મૂળ રહે, બજુડ જુની સ્કુલ પાસે, તા- ઉમરાળા, જી. ભાવનગર) રાજ ઈન્ટરનેશનલ કંપનીના ડીરેકટર તરીકે એક્સપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો કરતો હતો.

વધુમાં સીઆઇડી ક્રાઇમના પીઆઈ જે.એચ.દહીયાએ જણાવ્યું કે, જગદીશ બોદરાએ રિંગરોડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઉધનાની બેંક ઓફ બરોડા અને ઘોડદોડ રોડ શાખાની બેંક ઓફ ઈન્ડિયામાંથી ખોટા દસ્તાવેજ ઊભા કરી રાજ ઇન્ટરનેશનલના નામે 117 કરોડની લોન લીધી હતી. કરોડોની લોન લીધા પછી જગદીશ બોદરાએ બેંકમાં લોન ભરપાઈ કરી ન હતી. ઉપરથી લોનમાં મુકેલા દસ્તાવેજોની બેંક અધિકારીએ તપાસ કરાવી હતી. જેમાં જે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા તે દસ્તાવેજો આર.જે સ્કેવરલીંગના ડિરેકટર જયેશ મિસ્ત્રીની કંપનીના હતા, જયેશ મિસ્ત્રીને તેની કંપનીના બોગસ દસ્તાવેજો જગદીશ બોદરાએ બનાવ્યા હોવાની વાતથી અજાણ હતા. જેથી જયેશ મિસ્ત્રીએ 2016માં કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે જગદીશ બોદરા સામે ચીટીંગનો ગુનો નોંધાયો હતો.

પોલીસથી બચવા છેલ્લા ચાર વર્ષથી જગદીશ બોદરા નાસતો ફરતો હતો.જેની બાતમી સીઆઈડી ક્રાઈમને મળતા તાત્કાલિક ઝડપી લીધો હતો.જગદીશ બોદરાએ ફોરેન બીલમાં ડિસ્કાઉન્ટના નામે લોન લઈને બોગસ દસ્તાવેજો બનાવી 117 કરોડોની ચીટીંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો