હવે ઘરે જ બનાવો આયુર્વેદિક ચ્યવનપ્રાશ, રોજ સવારે એક ચમચી ખાવાથી બીમારીઓ રહેશે દૂર.

શિયાળામાં રોજ સવારે એક ચમચી ચ્યવનપ્રાશ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. યાદશક્તિ વધારે છે અને પાચનક્રિયાને પણ સુધારે છે. તો આ શિયાળામાં ઘરે જ બનાવો સુગર ફ્રી ચ્યવનપ્રાશ. એના માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.

સામગ્રી

  • 500 ગ્રામ – આંબળા
  • 250 ગ્રામ – ખજૂર
  • 15-20 – તુલસીના પાન
  • અડધો કપ – આદું અથવા સૂંઠ
  • 8-10 – લવિંગ
  • 10-15 – એલચી
  • 1 ચમચી – કાળા મરી
  • 5 નંગ – તમાલ પત્ર
  • તજના ટુકડા
  • 1 કપ – દેશી ઘી
  • 200 ગ્રામ – ગોળ
  • 1 કપ – મધ
  • 1 ચમચી – જીરું
  • 1 ચમચી – વરિયાળી
  • કેસર (10-12 તાર)

બનાવવાની રીત

સૌ પ્રથમ ખજૂરમાં થોડું ગરમ પાણી નાખી પલળવા દો. ત્યારબાદ આંબળાને બાફી લો. આંબળા બફાય જાય એટલે એના બી કાઢી બ્લેન્ડરમાં કે મિક્સરમાં એની સ્મૂધ પેસ્ટ બનાવી લો. ખજૂરમાં આદું અને તુલસી નાખી તેની પણ સ્મૂધ પેસ્ટ બનાવી લો. બંને પેસ્ટને સરખી રીતે મિક્સ કરી દો. હવે લવિંગ, એલચી, કાળા મરી, તમાલપત્ર, તજ, જીરું, વરિયાળી બધા સૂકા મસાલા મિક્સ કરી મિક્સરમાં એનો સાવ બારીક પાવડર બનાવી લો. ત્યારબાદ એને ચાળી લો. હવે એક કડાઈમાં એક કપ શુદ્ધ ઘી લઈ એને ગરમ કરવા મૂકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં ખજૂર અને આંબળાની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ ધીમા ગેસ પર એને હલાવતા રહો. થોડીવાર પછી એમાં ગોળ અને મધ ઉમેરો. તે બાદ 5 મિનિટ સુધી એને હલાવતા રહો. પેસ્ટનો કલર ચેન્જ થતો દેખાશે. ત્યારબાદ એમાં સૂકા મસાલાનો બનાવેલો પાવડર ઉમેરો. ફરી 2-3 મિનિટ પકાવો. છેલ્લે કેસરના 10-15 તાર ઉમેરી નીચે ઉતારી લો. તૈયાર છે તમારું હોમમેડ ચ્યવનપ્રાશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો