ચુંદડીવાળા માતાજીને સંપુર્ણ શણગાર સાથે આશ્રમના હોલમાં આસનની જગ્યાએ જ સમાધિ અપાઈ

અંબાજી સ્થિત ગબ્બર નજીક આવેલા આશ્રમમાં નિવાસ કરતાં ચુંદડીવાળા માતાજીએ મંગળવારે મધ્યરાત્રીએ તેમના વતન માણસાના ચારડા ગામે દેહોત્સર્ગ કર્યો હતો. જે બાદ તેમના ભક્તો દર્શન કરી શકે તે અર્થે ચૂંદડીવાળા માતાજીના દેહને અંબાજી સ્થિત આશ્રમમાં લવાયો હતો.

અંબાજી શક્તિદ્વાર પાસે પોલીસ જવાનો તૈનાત હતા

મંગળ અને બુધવારે ભક્તો લોકડાઉનના નિયમોનુસાર દર્શન અર્થે પહોંચ્યા હતા. જે બાદ ગુરુવારે શાસ્ત્રોકત વિધિ સાથે તેમના દેહને મૂળ પોશાકથી સજ્જ કરી તેઓ જે જગ્યાએ રવિવારે અને પૂનમના દિવસે ભક્તોને આશીર્વાદ આપવા આસન ધારણ કરતા હતા તે જ જગ્યાએ તેમને સમાધિ અપાઈ હતી.”સવારે 6-03 વાગે અંબાજી શક્તિદ્વાર પાસે પોલીસ જવાનો તૈનાત હતા અને અંબાજી તરફ આવી રહેલા વાહન ચાલકોની પુછપરછ કરી દર્શનાર્થે જવા પહોંચેલા લોકોના પ્રવાસ પર રોક લગાવાઈ હતી. તે બાદ 6-14એ ગબ્બર સર્કલ પર હાજર પોલીસ જવાનો ગબ્બર તરફ જતા લોકોને અંબાજીના મુખ્ય પોલીસ અધિકારીની ટેલિફોનિક પરવાનગી બાદ જ ગબ્બર રોડ પર પ્રવેશ આપી રહ્યા હતા. 6-23એ હું ગબ્બર તળેટીમાં પહોંચ્યો તો હાજર પોલીસ જવાનો ચુંદડીવાળા માતાજીના આશ્રમમાં જતા લોકોના વાહનો ગબ્બર તળેટી સામે પાર્ક કરાવી રહ્યા હતા. પરંતુ લોકડાઉનને ધ્યાને લઇ ગણ્યા-ગાંઠ્યા લોકોને જ પરવાનગી મળી હોવાથી પાર્કિંગમાં ગણીગાંઠી કાર જ જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

માતાજીને લાકડાની આરામ ખુરશીમાં”બોલ માડી અંબે જય જય અંબે”ના નાદ સાથે સમાધિ સ્થાને લવાયા હતા

ત્યાંથી 500 મીટર જેટલું ચાલી 6-41એ હું આશ્રમના ગેટ નજીક પહોંચી ગયો ત્યાં હાજર પોલીસ જવાનો પણ પૂછપરછ બાદ આશ્રમમાં પ્રવેશ આપી રહ્યા હતા. આશ્રમ બહાર કેટલાક દર્શનાર્થીઓ દર્શન અર્થે જવા મળશે તેવી રાહ જોઇ બેઠા હતા. 7-03 એ હું ચુંદડીવાળા માતાજીના આશ્રમના હોલમાં પહોંચી ગયો તે સમયે જોયું તો માતાજી જે જગ્યાએ હિંચકામાં આસન ધારણ કરી ભક્તોને આશીર્વાદ આપતા હતા.તે જ જગ્યાએ સમાધિ આપવા સવા પાંચ ફૂટ ઊંડું ખોદાણ કરાયું હતું. અને બાજુમાં આવેલા રૂમમાં પહોંચ્યો તો માતાજીના દેહને દેશની પવિત્ર નદીઓના નીરથી સ્નાન કરાવી ભૂમિ તત્વ માટીનો લેપ, ચંદન, કુમકુમ, કેસર અને તે બાદ ભસ્મનો લેપ કરાયો હતો.તે બાદ તેમના પહેરવેશ લાલ સાડી સહીત નાકમાં નથણી,ગળામાં રુદ્રાક્ષની માળા,હાથમાં ચૂડા, પગમાં પાયલના શણગારથી સજ્જ કરાયા હતા.7-31 માતાજીને લાકડાની આરામ ખુરશીમાં”બોલ માડી અંબે જય જય અંબે”ના નાદ સાથે સમાધિ સ્થાને લવાયા હતા.જે બાદ હાજર પડુસ્માં ગામના જીતુભાઇ શાસ્ત્રીએ શાસ્ત્રોકત વિધિ શરૂ કરી હતી.તે સમયે હાજર પરિવારજનો તેમજ કેટલાક સેવકોની આંખો ભીની થઈ ગઈ હતી. 7-41એ માતાજીના દેહને ખુરશીમાંથી ઉપાડી લઇ સાર સંભાળ સાથે સમાધિની જગ્યામાં ઉત્તર મુખી ગોઠવાયા હતા. માતાજીના દેહ સાથે મીઠું, માટી, દર્ભ, ચંદન, ગંગાજળ, કેશર, અત્તર, સોનું, ચાંદી તેમજ કમંડળ, ફરસી સહિતની સાધન સામગ્રી મૂકાઇ હતી.જે બાદ 7-56 વાગ્યે પરિવારના લોકો સેવકોએ મીઠા અને માટી દ્વારા સમાધિની જગ્યા પૂરી તેની પર છાણાનો લેપ કરી તે બાદ ચુંદડીવાળા માતાજીની આરતી કરાઇ હતી. સમાધિની વિધિ પૂર્ણ થયા બાદ 9-24એ આશ્રમમાંથી બહાર નીકળ્યો તો ગેટ નજીક દર્શનાર્થીઓ બેઠેલા જોવા મળ્યા હતા.હું જેવો ગેટ બહાર પહોંચ્યો તો એક ભક્ત અચાનક મારી નજીક દોડી આવી “માતાજીને સમાધિ અપાઈ કે નહીં‌‌ હવે અમને જવા દેશે કે નહીં..” તેવા સવાલો કરતા માતાજીની સમાધિના દર્શનની ખૂબ જ રાહ જોઈ બેઠા હોય તેવું જાણવા મળ્યું હતું. ત્રણ કલાકની શાસ્ત્રોક્ત વિધિ સહિતની ક્રિયાઓ બાદ માતાજી અમારી વચ્ચે જ છે અને રહેશે તેવી આશાઓ સાથે પરિવારના લોકો અને સેવકોએ માતાજીના દેહને અંતિમ વિદાય આપી હતી.

માતાજીને તેમના શણગાર સાથે જ સમાધિ અપાઇ
ચુંદડીવાળા માતાજી લાલ સાડી ધારણ કરતા હતા અને 10 તોલા સોનાનો જુડો તેમજ સવા કિલો ચાંદીની પાયલ સહિત ગળામાં એક મુખી રુદ્રાક્ષની માળા તેમજ નાકમાં નથણીનો શણગાર કરતા હતા તે શણગાર સાથે જ તેમને સમાધી અપાઇ હતી.

ભક્તો તો આવવા માંગતા હતા પરંતુ અમે રોક્યા હતા
સેવક જશવંતભાઈ પટેલ જણાવ્યું કે માતાજીના સમાધી સમયે ભક્તો તેમના દર્શન અર્થે દૂર દૂરથી આવવા માંગતા હતા પરંતુ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો જળવાઇ રહે તે માટે અમે તેમને રોક્યા હતા પરંતુ અમે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી માતાજીના દર્શન કરાવ્યા હતા.

લોકડાઉનને પગલે સમાધિ સ્થળ પર હાજર રહેનાર 20 લોકોની યાદી પહેલાથી તૈયાર કરી હતી

ચુંદડીવાળા માતાજીના દેહને ગુરૂવારે સમાધી આપવાની જાણ થતાં જ તેમના ભક્તો દૂર દૂરથી આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. પરંતુ લોકડાઉન અને આશ્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોને ધ્યાને લઇ સમાધી સમયે આશ્રમમાં 20 વ્યક્તિઓને જ હાજર રાખવાના હોવાથી પહેલેથી યાદી તૈયાર કરી દેવાઇ હતી. તે સિવાય આવેલા ભક્તોને આશ્રમમાં પ્રવેશ અપાયો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો