ખેતર ખેડતી છોકરીઓને જોઈને સોનૂ સૂદે કરી મદદ, ટ્રેક્ટર મોકલાવતા આંધ્રપ્રદેશનો રાવ પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ ગરીબો માટે સુપર હિરો બની ગયો છે. તેણે ફરી એક વખત એક ગરીબ પરિવારની મદદ કરી છે. ગત રોજ તેણે એક ફોટો જોયો હતો જેમાં બે દીકરીઓ ખેતર ખેડવાનું કામ કરતી હતી. ત્યારે તેણે તેનાં ટ્વટિર પર તે દીકરીઓની તસવીર શેર કરીને લખ્યુ હતું કે, હવે વધુ નહીં..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ દીકરીઓને ભણવા દો હું તેમને એક જોડી બળદ આપીશ. જોકે શનિવારે કરેલી આ ટ્વિટ બાદ સોનૂએ રવિવારે સવારે ફરી એક ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યુ હતું કે, ‘આ પરિવાર બળદ નહીં પણ ટ્રેક્ટરનાં હકદાર છે. માટે સાંજ સુધીમાં એક ટ્રેક્ટર મોકલી આપવામાં આવશે.’ અને સોનૂએ તેનો વાયદો પૂર્ણ કર્યો. તે ગરીબ દીકરીઓનાં પરિવારને ટ્રેક્ટર મોકલી આપવામાં આવ્યું.

પરિવારની બે દીકરીઓ માતા-પિતાને મદદ માટે ખેતર ખેડી રહી હતી. તેમના માટે સોનૂ સૂદ મસીહા બનીને આવ્યો અને પરિવારને ભેટમાં એક ટ્રેક્ટર આપ્યું. જેના પછી ગરીબ પરિવારના તમામ સભ્યો ખુબ જ ખુશ થઇ ગયા. પોતાના વાયદા અનુસાર, સોનૂ સૂદે એ સુનિશ્ચિત કર્યું કે આન્દ્ર પ્રદેશનાં ચિત્તૂર ડિસ્ટ્રીક્ટનાં મહાલરાજુવારી પલ્લાનાં ગામનાં ખેડૂત પરિવારને ટ્રેક્ટર મળી જાય.

આ વિશે એન ચંદ્રા બાબુ નાયડુએ ટ્વિટ કરીને માહિતી આપી છે. કે તમારા દ્વારા આપવામાં આવેલ મદદ મળી ગઇ છે. તે બદલ આપનો આભાર.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો