હવે ખુલશે કોરોના વાઈરસનું રહસ્ય?: ડરથી અમેરિકા ભાગેલી ચીની વૈજ્ઞાનિકે કહ્યું: ‘પુરાવા આપીશ…કોરોના ચીને જ બનાવ્યો’

દુનિયામાં કોરોના નામની મહામારી ફેલાઈ છે અને તે મહામારી ચીને ફેલાવી છે તેવો સમગ્ર વિશ્વનો દાવો છે. ચીનથી ડરીને અમેરિકા ભાગનાર એક વાયરોલોજિસ્ટે દાવો કર્યો છે કે, બીજિંગે જ કોરોના વાઈરસ તૈયાર કર્યો છે અને મહામારી છૂપાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. ડૉ. લી મેંગ યાને કહ્યું છે કે, તે એવા પુરાવા રજૂ કરશે જેનાથી સાબીત થશે કે ચીનની લેબમાં જ કોરોના વાઈરસ તૈયાર કરવામાં આવ્યો છે.

ડૉ. લી મેંગ યાનનું કહેવું છે કે, તે એવા પુરાવા પણ રજૂ કરશે જેનાથી વૈજ્ઞાનિક ન હોય તેવાં સામાન્ય લોકો પણ સમજી શકશે કે આ વાઈરસ માનવનિર્મિત છે. ડૉ. લી મેંગ યાને કોરોના વાઈરસ પર સ્ટડી શરૂ કર્યું ત્યારે તે હોંગકોંગ યૂનિવર્સિટીમાં રિસર્ચર તરીકે કામ કરતી હતી.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, પોતાના જીવને જોખમ હોવાનું જણાતાં લી મેંગ યાન અમેરિકા જતી રહી અને ત્યાં સિક્રેટ જગ્યા પર રહેવા લાગી. લી મેંગ યાને કહ્યું કે, ચીની સરકારે તેની સાથે જોડાયેલી દરેક માહિતી સરકારી ડેટા બેઝમાંથી ડિલીટ કરી દીધી છે.

વાયરોલોજિસ્ટ લી મેંગ યાને સ્પષ્ટ કહ્યું છે કે, કોરોના વાઈરસને વુહાન લેબમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે ચીન આ આરોપ વારંવાર નકારી રહ્યું છે. લી મેંગ યાને કહ્યું છે કે, વાઈરસના Genome Sequence ફિંગર પ્રિન્ટની જેવા હોય છે જેથી ખ્યાલ આવી શકે છે કે તે લેબથી આવ્યો છે કે નેચરલ છે.

લિ મેંગ યાને કહ્યું છે કે, હોંગકોંગ છોડ્યા પછી તેના વિશેના બધા ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જોડાયેલા લોકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ અફવા ફેલાવે કે લિ મેંગ જુઠ્ઠી છે અને તેને કઈ ખબર નથી. લી મેંગ યાને દાવો કર્યો છે કે, કોરોના વાઈરસ પર રિસર્ચ કરનાર અમુક પસંદ કરાયેલા વૈજ્ઞાનિકોમાંથી તે એક છે. તેણે કહ્યું કે, ડિસેમ્બરમાં તેના સુપરવાઈઝરે જ સાર્સ જેવા કેસની તપાસ કરવા કહ્યું હતું પરંતુ તે પછી તેમને ડરાવવામાં આવતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો