કોરોના વાયરસનો હાહાકાર, ચીને મદદ માટે રસ્તા પર ઉતારી સેના, રાષ્ટ્રપતિએ લોકોને માંસ છોડીને શાકભાજી ખાવાની અપીલ કરી

ચીનથી આખી દુનિયામાં ફેલાયેલા જીવલેણ નોવેલ કોરોના વાયરસે અત્યાર સુધીમાં 7892 લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. તેમાંથી 7771 તો માત્ર ચીનમાં જ છે. આ વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 170 લોકોના મોત થઇ ચૂકયા છે. જ્યારે તમામ ઉપાય કરીને ચીનની સરકાર થાકી ગઇ તો હવે તેણે કોરોના વાયરસથી લોકોને બચાવા અને મદદ કરવા માટે પોતાની સેનાને ઉતારી દીધી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેના માટે આદેશ આપ્યો છે.

ચીનથી ફેલાયેલ કોરોના વાયરસ અત્યાર સુધી દુનિયાભરના 17 દેશોમાં પગપેસારો કરી ચૂકયું છે. આ બધાની વચ્ચે કેટલીય વૈશ્વિક એરલાઇન્સે ચીન માટે પોતાની ઉડાનો બંધ કરી દીધી છે. ચીને સેનાને આખા દેશમાં તૈનાત કરી દીધી છે જેથી કરીને તે દરેક પ્રકારના સંક્રમિત લોકો, ચિકિત્સાકર્મીઓ અને સામાન્ય લોકોની મદદ કરી શકે.

આ બધાની વચ્ચે ચીનની સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ માંસ ખાવાનું બંધ કરી દે. શાકભાજી ખાય. ચીનના હુબેઇ પ્રાંતના તમામ શહેરો સહિત આખા દેશના 21 શહેરોમાં માંસાહાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે લોકોને કહ્યું છે કે તેઓ માંસ ખાવાનું બંધ કરી દે અને શાકભાજીઓ ખાય. ખેડૂતોને કહ્યું કે તેઓ શાકભાજી વધુમાં વધુ ઉગાડે.

ચીનના કૃષિ મંત્રાલયે આદેશ રજૂ કરીને કહ્યું છે કે દેશની તમામ એજન્સીઓ ખાદ્યાન્ન ઉત્પાદનમાં લાગી જાય જેથી કરીને દેશમાં ખાવાની મુશ્કેલી ના પડે. પાડોશી દેશોમાંથી ફળો અને શાકભાજીઓની આયાત વધારવાની કવાયદ પણ કરાય રહી છે. જેથી કરીને જેમને માત્ર માંસ ખાવાની આદત છે તેમણે શાકભાજીઓ ઓછા ના પડે. બીજીબાજુ વુહાનમાં કોરોનાવાયરસથી પીડિત લોકો માટે હોસ્પિટલ બનાવાનું કામ ઝડપથી કરી રહ્યા છે. તેમાં પણ ચીનની સેના મદદ કરી રહી છે.

ચીનની સરકારે કહ્યું છે કે તેઓ તમામ વિદેશી નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખશે. ચીનના વિદેશમંત્રી વાંગ યી એ કહ્યું કે તેઓ તમામ વિદેશી નાગરિકોની સુરક્ષા કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે એ વાત પર જોર આપ્યું કે ચીન આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે જવાબદારીની ભાવના અને ખુલ્લાપનાના સિદ્ધાંતોનું પાલન કરવાની સાથે સહયોગને મજબૂત કરવાનું ચાલુ રાખશે.

આ બધાની વચ્ચે મળતી માહિતી પ્રમાણે સંયુકત આરબ અમીરાતમાં કોરોનાવાયરસનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. પીડિત વ્યક્તિનો પરિવાર વુહાનથી છે. તેને પશ્ચિમ એશિયામાં કોરોનાવાયરસનો પહેલો મામલો મનાય છે. યુએઇના સ્વસ્થ્ય અને રોકથામ મંત્રાલયે કોરોના વાયરસના મામલાની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો